________________
ઉત્તરદેશસંયોગ
(ઉપરોક્ત ત્રણ કાર્યો સ્વતંત્ર
ક્ષણીય થવાથી પાંચમાં ત્રણ ક્ષણ વધી.)
૬. -
૭. ચણુકોત્પત્તિ
૮. ચણુકમાં રક્તાદ્યુત્પત્તિ
આમ જુદી જુદી રીતે પાંચ, છ, સાત, આઠ, નવ, દસ કે અગિયાર ક્ષણોમાં ચણુકનો નાશ થઈને નવા ઉત્પન્ન થયેલા ક્રંચણુકમાં રક્તાદિ રૂપાન્તરની કારણગુણપૂર્વક ઉત્પત્તિ થાય છે તેવું પીલુપાકવાદી વૈશેષિકો માને છે. તેઓ ચણુકાદિમાં પાકથી રૂપાન્તરની ઉત્પત્તિ થાય છે તેવું માનતા નથી પણ માત્ર પરમાણુમાં જ પાકથી રૂપાન્તર માને છે તે આપણે પૂર્વે જોઈ ગયા છીએ.
कारिकावली : नैयायिकानां तु नये द्व्यणुकादावपीष्यते ।
I
मुक्तावली : नैयायिकानामिति । नैयायिकानां मते द्व्यणुकादाववयविन्यपि पाको भवति । तेषामयमाशयः - अवयविनां सच्छिद्रत्वाद् वह्नेः सूक्ष्मावयवैरन्तःप्रविष्टैरवयवेष्ववष्टब्धेष्वपि पाको न विरुद्ध्यते । वैशेषिकमते अनन्तावयवितन्नाशकल्पने गौरवम् । इत्थं च सोऽयं घट इत्यादिप्रत्यभिज्ञापि सङ्गच्छते । यत्र तु न प्रत्यभिज्ञा तत्रावयविनाशोऽपि स्वीक्रियत इति ।
મુક્તાવલી : નૈયાયિકો કહે છે કે માત્ર પરમાણુમાં જ પાક ન મનાય. જેમ પરમાણુમાં પાકથી રૂપાન્તરોત્પત્તિ થાય છે તેમ અવયવીમાં પણ પાકથી રૂપાન્તરોત્પત્તિ થાય જ છે, માટે ચણુકાદિ અવયવી દ્રવ્યોમાં પણ પાક માનવો જોઈએ.
વૈશેષિકો : પણ અવયવોમાં પાક થવામાં અવયવી પ્રતિબંધક બનતો હોવાથી ઘટ વગેરે અવયવીની હાજરી હોવાથી કપાલ વગેરે ઘટના અવયવો રૂપ અવયવીમાં પાક શી રીતે સંભવી શકે ?
નૈયાયિકો : અવયવોમાં પાક થવામાં અવયવી પ્રતિબંધક છે તેવા નિયમમાં પ્રમાણ છે? અમે તેવા નિયમને માનતા નથી, તેથી અવયવીની હાજરીમાં પણ અવયવોમાં પાક થવામાં કોઈ આપત્તિ નથી.
વૈશેષિકો : પણ ઘટાદિ અવયવીમાં અગ્નિ પ્રવેશી જ શી રીતે શકે ? અને અગ્નિ જો પ્રવેશી જ ન શકે તો પછી અવયવીમાં પાક થઈ જ શી રીતે શકે ?
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૨૪૪)