________________
પડી અને તેથી આ મતે પ્રક્રિયા અગિયાર ક્ષણની થાય.
છઠ્ઠી ક્ષણે : ચણુકારંભક કર્મોત્પત્તિ. સાતમી ક્ષણે : વિભાગ.
આઠમી ક્ષણે : પૂર્વસંયોગનાશ.
નવમી ક્ષણે : ઉત્તરસંયોગપ્રાપ્તિ.
દસમી ક્ષણે : ચણુકોત્પત્તિ.
અગીયારમી ક્ષણે : ચણુકમાં રક્તાદિગુણોત્પત્તિ.
નૈયાયિક : મધ્યમશબ્દવત્ એક જ અગ્નિસંયોગને પૂર્વરૂપનાશક અને ઉત્તરરૂપોત્પાદક કેમ ન મનાય ? જેમકે ‘અ’ શબ્દ ઉત્પન્ન થયો. બીજી ક્ષણે ‘વ’ શબ્દ ઉત્પન્ન થયો. પણ તે વખતે ‘અ’ શબ્દ નાશ નથી પામ્યો, કેમકે તે ક્ષણ તો ‘’ શબ્દની સ્થિતિક્ષણ છે. ત્યાર પછીની ક્ષણ ‘” શબ્દની સ્થિતિક્ષણ બનશે, ત્યારે ‘અ’ શબ્દનો નાશ થશે અને ‘’શબ્દ ઉત્પન્ન થશે. આમ ‘વ'ની સ્થિતિક્ષણે ‘અ' શબ્દનો નાશ કર્યો અને ‘’શબ્દને ઉત્પન્ન કર્યો.
અ શબ્દોત્પત્તિ
આ શબ્દસ્થિતિ
અ શબ્દનાશ
વ શબ્દોત્પત્તિ
વ શબ્દસ્થિતિ
જ શબ્દોત્પત્તિ
આમ જેમ ‘વ' શબ્દસ્થિતિની ક્ષણ ‘અ’ શબ્દનો નાશ કરે છે અને ' શબ્દની ઉત્પત્તિ કરે છે તેમ એક જ અગ્નિસંયોગ ચણુકનો નાશ કરીને શ્યામરૂપનો નાશ કરીને રક્તરૂપ ઉત્પન્ન શા માટે ન કરે ?
વૈશેષિકઃ અગ્નિસંયોગથી પરમાણુમાં જે કર્મ ઉત્પન્ન થાય છે તે તો ચણુકનું નાશક છે. કારણ હંમેશા કાર્યની પૂર્વક્ષણમાં હાજર રહેતું હોવાથી ચણુકનાશક અગ્નિસંયોગને તો ચણુકનાશની પૂર્વક્ષણમાં માનવો જ પડશે. એટલે ચણુકનાશની પૂર્વની ક્ષણ તે અગ્નિસંયોગની પહેલી ક્ષણ બની અને ચણુકનાશની ક્ષણ તે અગ્નિસંયોગની બીજી ક્ષણ બની. અને આ અગ્નિસંયોગ હાજર હોવાથી માની લો કે તે કારણ બનીને ત્યાર પછીની ક્ષણમાં શ્યામનાશક બને છે. હવે જો તે જ અગ્નિસંયોગને રક્તાદ્યુત્પાદક પણ માનવો હોય તો રક્તાદ્યુત્પત્તિની પૂર્વક્ષણમાં તેને રહેવું જોઈએ,
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૩૮)