________________
પહેલી ક્ષણે : ચણુકનાશ, ઉત્તરસંયોગપ્રાપ્તિ, વિભાગજન્ય વિભાગ.
બીજી ક્ષણે : પરમાણુમાં શ્યામનાશ, પૂર્વસંયોગનાશ.
ત્રીજી ક્ષણે ઃ ૫૨માણુમાં રક્તોપત્તિ, ઉત્તરદેશસંયોગ.
:
ચોથી ક્ષણે : પ૨માણુમાં ક્રિયાનાશ.
નવક્ષણીય પ્રક્રિયામાં દ્વિતીય શ્યામનાશની ક્ષણમાં જ કર્મનાશ માન્યો હતો, પરંતુ અહીં તે પ્રમાણે ન મનાય, કેમકે ઉત્તરસંયોગપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કર્મનો નાશ થતો નથી અને વિભાગજન્ય વિભાગમાં ઉત્તરદેશસંયોગ ત્રીજી ક્ષણે જ થતો હોવાથી ક્રિયાનાશ ચોથી ક્ષણે મનાય પરંતુ શ્યામનાશની ક્ષણે મનાય નહીં.
પૂર્વે શ્યામનાશની ક્ષણમાં જ કર્મનાશની ક્ષણનો અંતર્ભાવ થઈ જતો હતો તેથી નવ ક્ષણ થતી હતી. અહીં કર્મનાશની નવી જુદી ક્ષણ માનવી પડી તેથી એક ક્ષણ વધી જતાં દશ ક્ષણની આ પ્રક્રિયા થાય છે.
પાંચમી ક્ષણે : કર્મોત્પત્તિ.
અદૃષ્ટવદાત્મસંયોગથી દ્રવ્યારંભક કર્મ=ક્રિયાની ઉત્પત્તિ પાંચમી ક્ષણમાં થાય છે. પરમાણુમાંથી ક્રંચણુક કર્મ વિના તો થઈ જ ન શકે. અને પૂર્વકર્મ તો નાશ પામી ગયું છે. તેથી ચણુકને ઉત્પન્ન કરવા માટે પાંચમી ક્ષણે ક્રિયોત્પત્તિ થાય છે. પરમાણુમાં થતી આ ક્રિયા કોઈના પ્રયત્નવિશેષથી તો જન્ય નથી જ, તેથી તેને અદૃષ્ટથી જન્ય માનવામાં આવી છે. પણ ધર્મધર્મ રૂપ અદૃષ્ટ પણ એકલા કોઈને જન્ય કરતા નથી પણ સ્વાશ્રય આત્માના સંબંધથી જન્ય કરે છે, માટે અદૃષ્ટવદાત્મસંયોગથી પાંચમી ક્ષણે કર્મોત્પત્તિ થાય છે તેમ કહ્યું.
::
છઠ્ઠી ક્ષણે પરમાણુમાં વિભાગ. સાતમી ક્ષણે : પૂર્વસંયોગનાશ.
આઠમી ક્ષણે : ઉત્તરસંયોગપ્રાપ્તિ.
નવમી ક્ષણે ચણુકોત્પત્તિ.
દસમી ક્ષણે : ચણુકમાં રક્તગુણોત્પત્તિ.
પૂર્વે જે વહ્નિનોદનજન્ય ક્રિયા પરમાણુમાં હતી તે ચોથી ક્ષણે નાશ પામી હતી, જ્યારે પાંચમી ક્ષણમાં અદૃષ્ટવદાત્મસંયોગ સંબંધથી પરમાણુમાં ક્રિયા ઉત્પન્ન થઈ છે, તેથી બંને ક્રિયાના ઉત્પાદક જુદા છે.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨
(૨૩૬)