________________
શ્યામાદિ ગુણનો નાશ બીજી ક્ષણે જ થાય છે, તેથી રક્તાદિ ગુણોત્પત્તિ ત્રીજી ક્ષણે જ થાય. અમારા મતે કા૨ણ હંમેશા કાર્યની પૂર્વક્ષણે હાજર હોવું જોઈએ. તેથી પૂર્વક્ષણે શ્યામાદિ ગુણનો નાશ થાય તો જ ઉત્તરક્ષણે રક્તાદિ ગુણની ઉત્પત્તિ થાય, અન્યથા થાય નહીં. તેથી શ્યામનાશ અને રક્તોત્પત્તિરૂપ કાર્ય-કારણને સમકાળમાં માની શકાય નહીં. તેથી બીજી ક્ષણે શ્યામનાશ અને ત્રીજી ક્ષણે રક્તોત્પત્તિ માનવી જ જોઈએ. તેથી આ પ્રક્રિયા નવ ક્ષણથી ઓછા કાળમાં થઈ શકે નહીં.
मुक्तावली : अथ दशक्षणा । सा चाऽऽरम्भकसंयोगविनाशविशिष्टं कालमपेक्ष्य विभागेन विभागजनने सति स्यात् । तथाहि - वह्निसंयोगात् द्व्यणुकारम्भके परमाणौ कर्म, ततो विभागः, तत आरम्भकसंयोगनाशः, ततो द्व्यणुकनाशविभागजविभागौ १. ततः श्यामनाशपूर्वसंयोगनाशौ २. ततो रक्तोत्पत्त्युत्तरसंयोगौ ३. ततो वह्निनोदनजन्यपरमाणुकर्मणो नाशः ४. ततोऽदृष्टवदात्मसंयोगाद् द्रव्यारम्भानुगुणा क्रिया ५. ततो विभागः ६. ततः पूर्वसंयोगनाशः ७. तत आरम्भकसंयोगः ८. ततो द्व्यणुकोत्पत्तिः ९. ततो रक्तोत्पत्तिः १० । इति दशक्षणा ॥
મુક્તાવલી : દશ ક્ષણ-પ્રક્રિયા : અન્ય કેટલાક કહે છે કે ચોથી ક્ષણે અન્ય સ્વતંત્ર કર્મ ઉત્પન્ન થાય છે અને પાંચમી ક્ષણે તે કર્મ નવા વિભાગને ઉત્પન્ન કરે છે તેવું નથી, પણ પૂર્વનો વિભાગ જ આ નવા વિભાગને ઉત્પન્ન કરે છે.
આ વિભાગજન્ય વિભાગ દ્રવ્યારંભકસંયોગવિનાશની અપેક્ષા રાખે ત્યારે દસ ક્ષણની પ્રક્રિયા થાય છે. તે આ પ્રમાણે :
અગ્નિસંયોગથી ચણુકના પરમાણુમાં કર્મ (૧ ક્ષણ). પછી ચણુકના પરમાણુમાં વિભાગ (૨ ક્ષણ). પછી ચણુકના પરમાણુમાં પૂર્વસંયોગનાશ (૩ ક્ષણ).
ત્યારપછીની ક્ષણે ચણુકનો નાશ થાય અને ઉત્તરસંયોગની પ્રાપ્તિ થાય. વળી પૂર્વસંયોગનાશ થઈ ગયો હોવાથી અને વિભાગજન્ય વિભાગ પૂર્વસંયોગનાશની અપેક્ષા રાખતો હોવાથી તેની અપેક્ષા પૂર્ણ થવાથી વિભાગજન્ય વિભાગ પણ ઉત્પન્ન થાય. આ ક્ષણમાં ચણુકનાશ હોવાથી તે પ્રથમ ક્ષણ કહેવાય.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨
(૨૩૫) ૨૮