________________
શું છે ? તેથી આ ગૌરવ ન કરવા માટે પણ તમારે નવા ચિત્રરૂપને માનવાનું ગૌરવ કરવું જોઈએ નહીં.
વળી શાસ્ત્રમાં પણ દીષિતિકારે જે બળદનો વર્ણ રક્ત છે, ખરી અને શીંગડા સફેદ છે, મુખ અને પુચ્છ પાંડુર છે તેવા બળદને નીલ-બળદ કહ્યો છે પણ ચિત્ર-બળદ નથી કહ્યો. આમ અનેક રૂપ ઉત્પન્ન થતાં હોય ત્યાં ચિત્રરૂપની ઉત્પત્તિ થતી નથી તેમ નક્કી થાય છે.
मुक्तावली : न च व्याप्यवृत्त्यव्याप्यवृत्तिजातीययोर्द्वयोर्विरोधः, मानाभावात् । न च लाघवादेकं रूपं, अननुभवात् । अन्यथा घटादेरपि लाघवादैक्यं स्यात् । एतेन स्पर्शादिकमपि व्याख्यातमिति वदन्ति ॥
મુક્તાવલી : પ્રાચીનો : વ્યાપ્યવૃત્તિજાતીય અને અવ્યાપ્યવૃત્તિજાતીય રૂપાદિનો પરસ્પર વિરોધ છે, અર્થાત્ જે વ્યાપ્યવૃત્તિ મળે છે તે અવ્યાપ્યવૃત્તિ શી રીતે મળે ? ઘટાદિમાં નીલાદિ રૂપ વ્યાપ્યવૃત્તિ મળે જ છે એટલે હવે કોઈપણ સ્થાને નીલાદિ રૂપો અવ્યાપ્યવૃત્તિ ન જ મળે.
નવ્યો : આ રીતે તે બે વચ્ચે વિરોધ માનવામાં કોઈ જ પ્રમાણ નથી, અર્થાત્ વ્યાપ્યવૃત્તિ હોય, તજ્જાતીય પણ વ્યાપ્યવૃત્તિ જ હોય તેવો નિયમ માનવામાં કોઈ પ્રમાણ નથી.
પ્રાચીનો ઃ પણ અનેક રૂપો માનવા કરતાં લાઘવાત્ ચિત્રરૂપ માનવું શું યોગ્ય નથી?
નવ્યો ઃ : ના, જ્યારે અનુભવથી પણ ચિત્રરૂપ જણાતું નથી પણ અનેક રૂપ જ જણાય છે ત્યારે નવા ચિત્રરૂપને શી રીતે માની શકાય ? વળી જ્યાં ત્યાં બધે લાઘવ-લાધવ ન કરાય અને જો બધે જ લાઘવ માનવું હોય તો આખી દુનિયામાં લાઘવાત્ એક જ ઘટ માનો ને ! અરે ઘટ, પટ વગેરે બધાને લાઘવાત્ એક એક માનવાની પણ શું જરૂર છે ? આખા વિશ્વમાં લાઘવાત્ માત્ર એક જ પદાર્થને માનો ને ! અને તો તો પછી લાઘવાત્ સમગ્ર વિશ્વને એકમાત્ર વિજ્ઞાનમય માનતાં વેદાન્તીના મતનું તમારાથી ખંડન નહીં થઈ શકે.
માટે નવા ચિત્રરૂપને માનવાને બદલે જુદા જુદા રૂપવાળા અવયવોમાંથી નિષ્પન્ન અવયવીમાં અનેક રૂપ માનવું જોઈએ તેમ નક્કી થાય છે. અને તે જ રીતે ચિત્રસ્પર્શ માનવાને બદલે અવયવીમાં અનેક સ્પર્શ ઉત્પન્ન થાય છે તેમ માનવું જોઈએ.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨
(૨૨૧)