________________
:
મુક્તાવલી : નવ્યો : રૂપ અને સ્પર્શમાં પણ ચિત્રરૂપ અને ચિત્રસ્પર્શ માનવાની જરૂર નથી, કેમકે ચિત્ર રૂપ અને ચિત્ર સ્પર્શ માનવામાં તો ગૌરવ છે.
પ્રાચીનો : તો શું નીરસ અને નિર્ગંધ અવયવીની જેમ તમે નીરૂપ અને નિઃસ્પર્શ અવયવીને માનો છો ? તો પછી રૂપ વિનાના અવયવીનું ચાક્ષુષ-પ્રત્યક્ષ શી રીતે થશે ? સ્પર્શ વિનાના અવયવીનું સ્પાર્શન-પ્રત્યક્ષ શી રીતે થશે ?
નવ્યો : અમે અનેક રૂપવાળા અવયવોમાંથી ઉત્પન્ન થયેલા અવયવીને નીરૂપ માનતાં જ નથી કે તેનું ચાક્ષુષ-પ્રત્યક્ષ ન થવાની આપત્તિ આવે. તે જ રીતે જુદા જુદા સ્પર્શ યુક્ત અવયવોમાંથી ઉત્પન્ન થયેલા અવયવીમાં સ્પર્શ ઉત્પન્ન થતો નથી તેમ પણ નથી કહેતા કે જેથી તેનું સ્પાર્શન-પ્રત્યક્ષ ન થવાની આપત્તિ આવે. અમે તો માત્ર એટલું જ કહીએ છીએ કે તે અવયવીમાં અવયવાનુસાર સજાતીય અનેક રૂપ અને અનેક સ્પર્શ ઉત્પન્ન થાય છે, પણ નવું કોઈ ચિત્રરૂપ અને ચિત્રસ્પર્શ ઉત્પન્ન થતા નથી.
પ્રાચીનો : પણ વ્યાપ્યવૃત્તિ ગુણો વ્યાપ્યવૃત્તિને જ ઉત્પન્ન કરતા હોવાથી જો વ્યાપ્યવૃત્તિ નીલ યુક્ત અવયવોથી વ્યાપ્યવૃત્તિ નીલપટ ઉત્પન્ન થયો માનશો તો જ્યાં પીતાવયવો છે ત્યાં નીલરૂપની અનુપલબ્ધિ થવાની આપત્તિ આવશે ને ?
નવ્યો : વ્યાપ્યવૃત્તિ ગુણોથી વ્યાપ્યવૃત્તિ ગુણો જ ઉત્પન્ન થાય અને અવ્યાપ્યવૃત્તિ ગુણો ઉત્પન્ન ન જ થાય તેવો નિયમ અમે માનતા જ નથી, કેમકે તેવા નિયમમાં પ્રમાણનો અભાવ છે. તેથી અમે તો કહીએ છીએ કે વ્યાપ્યવૃત્તિ નીલ, પીત, રક્ત, હરિત, શ્વેત વગેરે રૂપોવાળા અવયવોમાંથી ઉત્પન્ન થયેલા પટમાં અવ્યાપ્યવૃત્તિ નીલ, પીત, રક્ત, હરિત, શ્વેત વગેરે અનેક રૂપો ઉત્પન્ન થશે. અને તેથી જ્યાં પીતાવયવો હશે ત્યાં નીલોપલબ્ધિ નહીં થાય તો પણ આપત્તિ આવશે નહીં, કેમકે અવ્યાપ્યવૃત્તિ નીલરૂપ ઉત્પન્ન થયું છે તેથી તે પટમાં સર્વત્ર તો ન જ હોય ને !
પ્રાચીનો : પણ અવયવનું નીલરૂપ અન્ય અવયવોના પીતરૂપને પટમાં પીતરૂપ ઉત્પન્ન કરવામાં પ્રતિબંધક બને છે અને પીતરૂપ પટમાં નીલરૂપ ઉત્પન્ન થવામાં પ્રતિબંધક બને છે અને તેથી બધા રૂપો એકબીજાના પ્રતિબંધક બનતાં હોવાથી પટમાં અનેક રૂપો ઉત્પન્ન જ શી રીતે થશે ?
:
નવ્યો ઃ તમારે ચિત્રરૂપ ઉત્પન્ન થાય છે તેવું માનવું હતું તેથી નીલ, પીતાદિ રૂપો પ્રતિબંધક બને છે તેવી કલ્પના કરવી પડતી હતી. પણ અમે તો કહીએ છીએ કે નીલ, પીત વગેરે રૂપોને એકબીજાના પ્રતિબંધક માનવાની કલ્પના પણ ગૌરવ નથી તો બીજું
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૨૨૦)