________________
રૂપવાળા અવયવોથી ઉત્પન્ન થયેલા દ્રવ્યમાં હોય છે તેમ માનવું જોઈએ.
શંકાકાર : પણ જે અવયવો રક્ત વર્ણના છે તેઓ રક્તરૂપ ઉત્પન્ન ન કરતાં અવયવીમાં ચિત્ર રૂપ જ ઉત્પન્ન કેમ કરે છે ? અર્થાત્ રૂપ એ કારણગુણપૂર્વક ગુણ હોવાથી અવયવ પ્રમાણે જ અવયવીનું રૂપ હોવું જોઈએ, તો રક્તાવયવો અવયવીમાં રક્તરૂપ ઉત્પન્ન નથી કરતા તેનું શું કારણ ?
નૈયાયિક : તમારી વાત સાચી છે કે રૂપ એ કારણગુણપૂર્વક ગુણ છે અને તેથી કારણના ગુણને અનુરૂપ ગુણ કાર્યમાં ઉત્પન્ન થાય જ છે, પણ પ્રસ્તુતમાં પ્રતિબંધક હાજર હોવાથી તે પ્રતિબંધક કારણગુણને અનુરૂપ ગુણ કાર્યમાં ઉત્પન્ન થવા દેતો નથી, અર્થાત્ જ્યારે રક્ત અવયવો પટમાં રક્ત રૂપ ઉત્પન્ન કરવા પ્રયત્ન કરે છે ત્યારે પટના અમુક અવયવોમાં રહેલું પીતરૂપ પ્રતિબંધક બનીને પટમાં રક્ત રૂપ ઉત્પન્ન થવા દેતું * નથી. તે જ રીતે પીત અવયવોને પટમાં પીતરૂપ ઉત્પન્ન કરવામાં રક્ત અવયવોનું
રક્તરૂપ પ્રતિબંધક બને છે, તેથી પટમાં પીતરૂપ પણ ઉત્પન્ન થતું નથી. આમ એક જ અવયવીના અવયવોમાં રહેલા જુદા જુદા રૂપો એકબીજા સજાતીય રૂપને ઉત્પન્ન થવામાં પ્રતિબંધક બનતાં હોવાથી રક્ત, નીલ વગેરે કોઈપણ સજાતીય રૂપ ઉત્પન્ન ન થતાં તે બધાથી વિજાતીય એવું ચિત્ર રૂપ ઉત્પન્ન થાય છે.
ઉપરના સમગ્ર વિવેચન ઉપરથી સિદ્ધ થાય છે કે ચિત્ર નામનું એક ભિન્ન રૂપ પણ છે જ કે જે અનેક રૂપવાળા અવયવોથી ઉત્પન્ન થયેલા અવયવીમાં ઉત્પન્ન થાય છે.
આ જ રીતે ‘ચિત્ર સ્પર્શ' પણ માનવો જોઈએ કે જે ભિન્ન સ્પર્શોથી યુક્ત અવયવોમાંથી બનેલા અવયવીમાં ઉત્પન્ન થાય છે.
मुक्तावली : रसादिकमपि नाव्याप्यवृत्ति, किन्तु नानाजातीयरसवदवयवैरारब्धेऽवयविनि रसाभावेऽपि न क्षतिः । तत्र रसनयाऽवयवरस एव गृह्यते, रसनेन्द्रियादीनां द्रव्यग्र हे सामर्थ्याभावात् अवयविनो नीरसत्वेऽपि क्षतेरभावात् ।
મુક્તાવલી : રૂપ અને સ્પર્શમાં ચિત્ર રૂપ અને ચિત્ર સ્પર્શ મનાય છે પણ રસના વિષયમાં ચિત્ર રસ માનવાની જરૂર નથી, કેમકે અહીં ચિત્ર રસ ન માનવા છતાં કોઈ આપત્તિ ન આવતી હોવાથી ચિત્ર રસ માનવાનું ગૌરવ કરવાની શી જરૂર ?
જો કે રસ પણ વ્યાપ્યવૃત્તિ છે અને તેથી વ્યાપ્યવૃત્તિ રસથી અવયવીમાં પણ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૨૧૮)