________________
:
શંકાકાર : જેમ વ્યાપ્યવૃત્તિ ગુણથી વ્યાપ્યવૃત્તિ ગુણની જ ઉત્પત્તિ માનો છો તેમ જ આ સજાતીય ગુણમાંથી સજાતીય ગુણની જ ઉત્પત્તિ માનવી જોઈએ. અને તેથી જ - નીલરૂપમાંથી નીલરૂપ જ ઉત્પન્ન થઈ શકે, પણ તેનાથી તદ્દન વિજાતીય એવું ચિત્ર રૂપ છે જ શી રીતે ઉત્પન્ન થઈ શકે ?
નૈયાયિક ઃ જો અવયવો માત્ર નીલરૂપવાળા હોત તો અવયવીમાં જરૂર સજાતીય એવું નીલરૂપ જ ઉત્પન્ન થયું હોત પણ વિજાતીય ચિત્ર રૂપ તો ઉત્પન્ન ન જ થાત, એ પરંતુ અવયવો જયારે જુદા જુદા અનેક વર્ણવાળા છે ત્યારે તેમનાથી ઉત્પન્ન થયેલા છે
દ્રવ્યમાં કયા રૂપવાળા અવયવનું સજાતીય રૂપ ઉત્પન્ન થાય? જો નીલરૂપ ઉત્પન્ન થાય છે તેમ કહેશો તો પીત અવયવોનું સજાતીય પીતરૂપ કેમ ઉત્પન્ન ન થયું ? અને પીતરૂપ છે છે ઉત્પન્ન થાય તેમ કહો તો રક્તાવયવોનું સજાતીય રક્તરૂપ ઉત્પન્ન કેમ ન થયું ? તે જ છે. સવાલ ઉપસ્થિત થશે. તેથી વિનિગમના-વિરહે તમે જો છએ રૂ૫ ઉત્પન્ન થાય તેમ છે જ કહેશો તો પૂર્વે જણાવ્યા પ્રમાણે વ્યાપ્યવૃત્તિથી અવ્યાપ્યવૃત્તિ ગુણો ઉત્પન્ન થવાની છે જ આપત્તિ આવશે. અને જો અવયવી નીરૂપ ઉત્પન્ન થાય છે તેમ માનશો તો અવયવીનું છે અપ્રત્યક્ષ થઈ જવાની આપત્તિ આવશે.
પણ અવયવીનું પ્રત્યક્ષ થાય જ છે માટે તેમાં રૂપ ઉત્પન્ન થયું છે તેવું માનવું જ જોઈએ અને વળી તે વ્યાપ્યવૃત્તિથી જ ઉત્પન્ન થયેલું માનવું જોઈએ. નીલ, પીત વગેરેને વ્યાખવૃત્તિથી ઉત્પન્ન થયેલા માનવામાં આપત્તિ આવતી હોવાથી વ્યાપ્યવૃત્તિથી ચિત્ર રૂપ' ઉત્પન્ન થાય છે તેમ માનવું જ જોઈએ. मुक्तावली : अत एवैकं चित्ररूपमित्यनुभवोऽपि, नानारूपकल्पने गौरवात्।
इत्थं च नीलादीनां पीताद्यारम्भे प्रतिबन्धकत्वकल्पनादवयविनि न * पीताद्युत्पत्तिः । एतेन स्पर्शोऽपि व्याख्यातः । કો મુક્તાવલીઃ વળી જેમ અનેક વૃક્ષો હોવા છતાં “અહીં એક વન છે' તેવી બુદ્ધિ થાય
છે તેમ અનેક રૂપોવાળા અવયવો જેમાં છે તેવા અવયવીમાં માત્ર એક જ ચિત્ર રૂપ ન માનવામાં કોઈ જ આપત્તિ નથી બલ્ક તે તો અનુભવસિદ્ધ હકીકત છે.
વળી જયારે અનેક રૂપવાળા અવયવોમાંથી બનેલા એક અવયવીમાં માત્ર એક જ આ ચિત્ર રૂપ માનવાથી જ કામ પૂર્ણ થઈ જતું હોય તો તેમાં અનેક રૂ૫ માનવાની કલ્પના જ કરવાનું ગૌરવ કરવાની શી જરૂર છે? માટે ચિત્ર રૂપ છ રૂપથી ભિન્ન છે અને તે અનેક
0 0 0 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૨૧) એ જ કે