________________
માત્ર નિલાદિ છ જ રૂપ માનવામાં શું વાંધો છે? એ તૈયાયિકઃ નીલ, પીત, રક્ત વગેરે અનેક રૂપવાળા અવયવોથી જે એક અવયવી છે દ્રવ્ય બને છે તેમાં નીલ, પીન વગેરે અનેક રૂપ હોવાથી તેને માત્ર નીલ તો ન જ મનાય. તે રીતે તે અવયવીને માત્ર પીત પણ ન જ કહેવાય, કેમકે તેમાં રક્તાદિ રૂપ પણ છે જ. આમ કોઈ એક રૂપ ન હોવાથી તમે જો તેને “નીરૂપ છે' તેમ કહેશો તો રૂપ એ ચાક્ષુષપ્રત્યક્ષ પ્રત્યે કારણ હોવાથી નીરૂપ થતાં તે અવયવી દ્રવ્યનું ચાક્ષુષ-પ્રત્યક્ષ ની થવાની આપત્તિ આવશે, તેથી તેને નીરૂપ પણ નહીં મનાય. આમ માત્ર નીલ, પીત, રક્ત, હરિત, કપિશ, શ્વેત કે નીરૂપ માની શકાતું ન હોવાથી તમારે તેને ચિત્ર-રૂપવાળું છેમાનવું જ જોઈએ. છે વળી નીલ, પીત વગેરે રૂપો વ્યાપ્યવૃત્તિગુણો છે, અર્થાત્ સર્વ દેશમાં રહેનારા છે, પણ અમુક દેશાવચ્છેદન રહેનારા નથી. તેથી જુદા જુદા અનેક વર્ણના તંતુમાંથી ઉત્પન્ન છે થયેલા પટમાં તમે જો નીલરૂપ માનો તો જ્યાં પીતવર્ણ તંતુઓ છે ત્યાં પણ નીલરૂપની આ આ ઉપલબ્ધિ થવી જ જોઈએ, કેમકે નીલરૂપ તો વ્યાપ્યવૃત્તિ જ છે. પણ હકીકતમાં તો ત્યાં જ
પીતરૂપ જ દેખાય છે, તેથી તેમાં નીલરૂપ ઉત્પન્ન થયું છે તેમ માની શકાય નહીં. તે આ જ રીતે પીત, રક્ત, શ્વેત કે શ્યામ રૂપ પણ ઉત્પન્ન થયું છે તેમ માની શકાશે નહીં. આ શંકાકાર ઃ તમે જણાવેલી આપત્તિ દૂર કરવા અમે કહીશું કે વ્યાપ્યવૃત્તિ નીલાદિત ના રૂપમાંથી આખા ય પટમાં વ્યાપ્યવૃત્તિ નીલરૂપ ઉત્પન્ન નહીં થાય પણ અવ્યાપ્યવૃત્તિ આ
નીલરૂપ ઉત્પન્ન થશે. અને તેથી જ્યાં પીતરૂપ હશે ત્યાં પણ નીલરૂપની ઉપલબ્ધિ કેમ કે છે નથી થઈ ? તેવો સવાલ ઉપસ્થિત નહીં થાય, કારણ કે અમે તો અવ્યાખવૃત્તિથી જ છે
નીલરૂપની ઉત્પત્તિ માની છે. છે નેયાયિક : વ્યાપ્યવૃત્તિ ગુણથી વ્યાપ્યવૃત્તિ ગુણની જ ઉત્પત્તિ થાય પણ છે
અવ્યાપ્યવૃત્તિ ગુણની ઉત્પત્તિ ન થાય, કેમકે વ્યાપ્યવૃત્તિ ગુણનો અવ્યાપ્યવૃત્તિ ગુણ સાથે જ એ વિરોધ છે. તેથી વ્યાપ્યવૃત્તિ નીલગુણથી અવ્યાખવૃત્તિ નીલગુણ તો ઉત્પન્ન થશે જ જ નહીં. અને જો વ્યાપ્યવૃત્તિ નીલગુણ ઉત્પન્ન થાય છે તેમ માનો તો જયાં પીતરૂપ ઉત્પન્ન થયું છે ત્યાં નિલોપલબ્ધિ કેમ નથી થતી ? તેથી વ્યાપ્યવૃત્તિ કે અવ્યાપ્યવૃત્તિથી જ અનેકવણ તંતુમાંથી ઉત્પન્ન થયેલા પટમાં નીલરૂપ ઉત્પન્ન નથી થતું તેમ સિદ્ધ થાય
છે. તે જ રીતે વ્યાપ્ય કે અવ્યાપ્યવૃત્તિથી પીત, રક્ત, હરિત કે શ્વેત રૂપ પણ ઉત્પન્ન ન થઈ શકે નહીં. માટે માનવું જ પડે કે અનેકવર્ણ તંત્વાદિ અવયવોમાંથી બનેલા પટાદિ અવયવીમાં વ્યાપ્યવૃત્તિથી ચિત્ર-રૂપ ઉત્પન્ન થાય છે જે પૂર્વોક્ત છ રૂપથી ભિન્ન છે.
જે તે ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૨૧) જ છે
એક જ