________________
**•**•**•*•*•**•*****
અભાવનો તો વ્યવચ્છેદ જ થઈ ગયો, કેમકે તેમાં સામાન્ય=સત્તા જ નથી.
‘યત્વે કૃતિ’ પદથી દ્રવ્ય, ગુણ, કર્મમાંથી કર્મનો વ્યવચ્છેદ થઈ ગયો, છતાં પણ હજુ દ્રવ્ય અને ગુણ બંનેમાં લક્ષણ જતું હોવાથી દ્રવ્યમાં થતી અતિવ્યાપ્તિ નિવારવા નિર્ગુણત્વ પદ છે. ગુણો દ્રવ્યમાં રહેતા હોવાથી નિર્ગુણત્વ પદથી દ્રવ્યનો પણ વ્યવચ્છેદ થઈ ગયો, તેથી લક્ષણ માત્ર ગુણમાં જ ગયું. તેથી અતિવ્યાપ્ત્યાદિ દોષોથી રહિત ગુણનું લક્ષણ ‘સામાન્યવત્ત્વ સતિ માંખ્યત્વે = ક્ષતિ નિવુંળત્વમ્' બન્યું.
નિષ્ક્રિય ગુણો : ગુણો નિષ્ક્રિય છે, અર્થાત્ ગુણોમાં ક્રિયા રહેતી નથી.
શંકાકાર : ગુણોમાં ક્રિયા રહેતી નથી તેટલા માત્રથી તમે ‘નિયિત્વમ્' એવું ગુણનું લક્ષણ બનાવી ન શકો, કારણ કે આકાશ વગેરે દ્રવ્યોમાં તથા કર્મમાં અને સામાન્યાદિમાં પણ ક્રિયા રહેતી નથી, તેથી તેમાં પણ લક્ષણ ચાલ્યું જવાથી અતિવ્યાપ્તિ આવશે.
નૈયાયિક : અમે ‘નિયિા:' પદને સ્વરૂપદર્શક વિશેષણ તરીકે મૂક્યું છે પણ વ્યવચ્છેદાત્મક વિશેષણ તરીકે નહીં. તેથી અમે ‘નિષ્ક્રિયાઃ' પદથી ગુણનું લક્ષણ જણાવતાં નથી પણ ગુણનું માત્ર સ્વરૂપ જ જણાવીએ છીએ, તેથી અતિવ્યાપ્તિ વગેરે વિચારવાનો સવાલ જ નથી.
છતાં નિષ્ક્રિયત્વને લક્ષણ માનવું જ હોય તો તે બધી અતિવ્યાપ્તિ દૂર કરવા અમે 'सामान्यवत्त्वे सति कर्मान्यत्वे च सति कर्मवदवृत्तिपदार्थविभाजकोपाधिमत्त्वे सति fafonuray I' selaj.
સામાન્યવત્ત્વ માત્ર દ્રવ્ય, ગુણ, કર્મમાં રહ્યું હોવાથી સામાન્યવત્ત્વ ક્ષતિ પદથી સામાન્યાદિ ચાર પદાર્થોનો વ્યવચ્છેદ થઈ ગયો. જખ્યત્વે ક્ષતિ પદથી કર્મનો વ્યવચ્છેદ થઈ ગયો. તેથી હવે તે સિવાયના દ્રવ્ય અને ગુણ રહ્યા. તેમાં તો દ્રવ્યત્વ, ગુણત્વ, પદાર્થત્વ, સત્તા વગેરે ઘણાં ધર્મો રહ્યા છે, પણ કર્મવદવૃત્તિપદાર્થવિભાજકોપાધિ ધર્મ તો માત્ર ગુણત્વ જ છે, કેમકે કર્મવાળા દ્રવ્યમાં તે ગુણત્વ ધર્મ તો નથી જ. અને દ્રવ્યત્વ, પદાર્થત્વ, સત્તા વગેરે તો કર્મવમાં વૃત્તિ ધર્મો છે, અવૃત્તિ નહિ. એટલે એ લેવાય જ નહિ, માટે દ્રવ્યાદિમાં અતિવ્યાપ્તિ ન આવે.
कारिकावली : रूपं रसः स्पर्शगन्धौ परत्वमपरत्वकम् ॥८६॥ द्रवत्वस्त्रेहवेगाश्च मता मूर्तगुणा अमी ।
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૨૦૩)