________________
નૈયાયિક : દ્રવ્યત્વ જેમ તમામ દ્રવ્યોમાં રહ્યું છે તેમ ‘સત્' (દ્રવ્ય, ગુણ કે કર્મ પદાર્થ) પણ તમામ દ્રવ્યોમાં રહે છે. આકાશ દ્રવ્યમાં જેમ દ્રવ્યત્વ છે તેમ સમવાયેન દ્રવ્ય કે કર્મ ન હોવા છતાં ય સમવાયેન સંખ્યા, પૃથક્ત્વાદિ ગુણોરૂપી સત્ તો છે જ. તેથી સત્ દ્રવ્યત્વવ્યાપક બને. સમાં દ્રવ્યત્વવ્યાપકતા આવી. માટે દ્રવ્યત્વવ્યાપકતાવચ્છેદક સત્તા જાતિ બને. અને સત્તા જાતિવાળા તો દ્રવ્ય, ગુણ, કર્મ ત્રણેય છે. અહીં ગુણ તો લક્ષ્ય છે, પણ તે સિવાયના અલક્ષ્ય દ્રવ્ય અને કર્મમાં પણ લક્ષણ ચાલ્યું જવાથી અતિવ્યાપ્તિ આવી. આ અતિવ્યાપ્તિ દૂર કરવા ‘સત્તાભિન્ન’ પદનું ઉપાદાન કર્યું છે. હવે સત્તા જાતિ લઈ શકાતી ન હોવાથી સત્તા જાતિ લેવાના કારણે દ્રવ્ય અને કર્મમાં થતી અતિવ્યાપ્તિ દૂર થઈ ગઈ. માટે દ્રવ્યત્વવ્યાપતાવછેસત્તામિનનાતિમત્ત્વમ્ લક્ષણમાં કરાયેલું ગૌરવ અદુષ્ટ છે.
मुक्तावली : निर्गुणा इति । यद्यपि निर्गुणत्वं कर्मादावप्यस्ति, तथापि सामान्यवत्त्वे सति कर्मान्यत्वे च सति निर्गुणत्वं बोध्यम् । जात्यादीनां न सामान्यवत्त्वं, कर्मणो न कर्मान्यत्वं द्रव्यस्य न निर्गुणत्वमिति तत्र નાતિવ્યાપ્તિઃ । ‘નિષ્ક્રિયા' કૃતિ સ્વરૂપથનું, ન તુ ક્ષળ, નાનાવાવતિવ્યાપ્તેઃ ॥
"
મુક્તાવલી : નિર્ગુણ ગુણો : ગુણો જેમ દ્રવ્યાશ્રયા છે તેમ નિર્ગુણા પણ છે, અર્થાત્ ગુણોમાં ગુણો રહેતા નથી. તેથી ‘નિર્મુખત્વમ્” ગુણનું લક્ષણ છે.
શંકાકાર : જો તમે માત્ર ‘નિર્ગુણત્વ'ને જ ગુણનું લક્ષણ માનશો તો કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય વગેરેમાં પણ અતિવ્યાપ્તિ આવશે, કેમકે ગુણો માત્ર દ્રવ્યમાં રહે છે પરંતુ દ્રવ્ય સિવાય ક્યાંય રહેતા નથી. તેથી નિર્દુળત્વમ્ લક્ષણ કર્માદિમાં ચાલ્યું જવાથી અતિવ્યાપ્તિ દોષ આવશે.
નૈયાયિક ઃ તે આપત્તિને દૂર કરવા અમે લક્ષણમાં પરિષ્કાર કરીને કહીશું કે સામાન્યવત્ત્વે પતિ મયત્વે ચ ક્ષતિ નિવુંત્વમ્' ગુણનું લક્ષણ છે. જેનામાં સામાન્ય રહ્યું હોય, જે કર્મથી ભિન્ન હોય અને જેનામાં ગુણ રહ્યા ન હોય તે ગુણ કહેવાય.
હવે સાત પદાર્થોમાંથી સામાન્ય=સત્તા માત્ર દ્રવ્ય, ગુણ અને કર્મમાં જ છે, તેથી સામાન્યવત્ત્વ સતિ' પદનું ઉપાદાન કરવાથી સામાન્ય, વિશેષ, સમવાય અને
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ) (૨૦૨)