________________
ગુણ-નિરૂપણ
कारिकावली : अथ द्रव्याश्रिता ज्ञेया निर्गुणा निष्क्रिया गुणाः ।
मुक्तावली : द्रव्यं निरूप्य गुणान् निरूपयति- अथेत्यादिना । गुणत्वजातौ किं मानमिति चेत् ? इदम् - द्रव्यकर्मभिन्ने सामान्यवति या कारणता सा किञ्चिद्धर्मावच्छिन्ना, निरवच्छिन्नकारणताया असम्भवात् ।
મુક્તાવલી : દ્રવ્યનિરૂપણ કર્યા પછી અવસર-સંગતિથી હવે ગુણનિરૂપણ કરે છે. શંકાકાર : ગુણ કોને કહેવાય ?
નૈયાયિક : જેમાં સમવાયસંબંધથી ગુણત્વ જાતિ રહે તેને ગુણ કહેવાય. ગુણત્વ જાતિ તો પ્રત્યક્ષ છે જ. મુખ્યત્વવાનું મુળ: |
શંકાકાર : પણ ગુણત્વ જાતિ પ્રત્યક્ષથી સિદ્ધ છે જ ક્યાં ?
નૈયાયિક : સ્વસંયુક્તસમવેતસમવાયસંનિકર્ષથી ગુણત્વ જાતિ સિદ્ધ છે જ ને ! ચક્ષુરિન્દ્રિય-સંયુક્ત ઘટમાં સમવેત રૂપમાં સમવાયસંબંધથી રહેલી ગુણત્વ જાતિનું સ્વસંયુક્તસમવેતસમવાયસંનિકર્ષથી ક્યાં પ્રત્યક્ષ નથી થતું ?
શંકાકાર : પણ ઘટના પરમાણુ તો અતીન્દ્રિય છે ને ? તે પરમાણુમાં જે રૂપ રહ્યું છે તેમાં રહેલી ગુણત્વ જાતિનું પ્રત્યક્ષ ક્યાં થાય છે ?
નૈયાયિક : ઘટરૂપમાં તો ગુણત્વ સ્વ-સંયુક્તસમવેતસમવાય દ્વારા પ્રત્યક્ષ-સિદ્ધ છે જ, તેથી ઘટરૂપમાં રૂપત્વ અને ગુણત્વ બંને છે. અને ગંધમાં ગુણત્વ હોવા છતાં રૂપત્વ તો નથી જ. અને હવે જો તમે પરમાણુના અતીન્દ્રિય રૂપમાં ગુણત્વ ન માનો તો તેમાં રૂપત્વ હોવા છતાં ગુણત્વ ન રહ્યું કહેવાય. અને તેમ થતાં તો રૂપત્વ, ગુણત્વ બંને ઘટરૂપમાં સાથે રહ્યા હોવા છતાં ગંધમાં અને પરમાણુ-રૂપમાં સાથે ન રહેવાથી સાંકર્ય દોષ ઉત્પન્ન થાય. પણ હકીકતમાં સાંકર્ય તો છે જ નહીં. તેથી માનવું જ પડે કે ગંધમાં રૂપત્વ ન હોવાથી પરમાણુ-રૂપમાં ગુણત્વ છે જ. આમ પરમાણુ-રૂપાદિમાં પણ ગુણત્વ સિદ્ધ થઈ જાય છે.
શંકાકાર : રૂપ વગેરેમાં પણ ગુણત્વનું પ્રત્યક્ષ બધાને થતું નથી. ‘આ રૂપ છે, આ રસ છે, આ ગંધ છે' એવી બુદ્ધિ હજુ થાય છે પણ રૂપાદિમાં ‘આ ગુણ છે' તેવી આબાલવૃદ્ધ તમામને બુદ્ધિ થતી નથી. તેથી ઘટાદિ-રૂપમાં પણ ગુણત્વ સિદ્ધ થતું નથી, તેથી તમારે અનુમાન-પ્રમાણથી ગુણત્વની સિદ્ધિ કરવી જોઈએ.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૯૮)