________________
*•*•*•*•*
માનવામાં કોઈ જ આપત્તિ આવતી નથી. મન અણુ હોવા છતાં અત્યન્ત ત્વરાથી જુદા જુદા સ્થાને દોડાદોડ કરી શકતું હોવાથી જુદી જુદી ઈન્દ્રિયો સાથે ખૂબ ઝડપથી સંયોગ કરીને જુદી જુદી ઈન્દ્રિયોનું પ્રત્યક્ષ પણ ઝડપથી કરાવી શકશે. તેથી મનને વિભુ દ્રવ્ય ન માનતાં અણુ દ્રવ્ય જ માનવું જોઈએ તેમ સિદ્ધ થાય છે.
મનોદ્રવ્યનું નિરૂપણ પૂર્ણ થતાં નવેય દ્રવ્યોનું નિરૂપણ પૂર્ણ થયું. ॥ કૃતિ દ્રવ્યનિરૂપળમ્ ॥
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૧૯)
* * * * * * * * * * * * * * * * * * * * * * *