________________
જેમ કમળની સો પાંદડી ભેગી ગોઠવીને કોઈ તેના ૫૨ સોંય ખોંચે તો આપણને એક જ સમયમાં સો પાંદડીઓ વીંધાઈ ગઈ હોય તેવો ભ્રાન્તાનુભવ થાય છે, પણ હકીકતમાં તો સોયે એક સમયમાં એક જ પાંદડી વીંધી છે ને ? બધી પાંદડીઓ ક્રમશઃ વીંધાતી હોવા છતાં સોય ખોંચવાની ક્રિયા એટલી બધી ઝડપી છે કે આપણને એકીસાથે જ બધી પાંદડીઓ વીંધાઈ ગઈ હોય તેવી ભ્રાન્તિ થાય છે. બસ, તે જ રીતે બધી ઈન્દ્રિયોથી ક્રમશઃ પ્રત્યક્ષ થતું હોવા છતાં મનની જુદી જુદી ઈન્દ્રિય સાથે સંયોગ કરવાની ગતિ એટલી બધી ઝડપી છે કે જેથી આપણને મનનો બધી ઈન્દ્રિયો સાથે એકીસાથે સંયોગ હોઈને બધી ઈન્દ્રિયોનું એકીસાથે જ્ઞાન થતું હોય તેવી ભ્રાન્તિ થાય છે. પણ હકીકતમાં તો એક સમયે એક જ ઈન્દ્રિયથી પ્રત્યક્ષ થાય છે.
मुक्तावली : न च मनसः सङ्कोचविकासशालित्वादुभयोपपत्तिरस्त्विति वाच्यम्, नानावयवतन्नाशादिकल्पने गौरवाल्लाघवान्निरवयवस्याऽणुरूपस्यैव मनसः कल्पनादिति सङ्क्षेपः ॥
૫ કૃતિ દ્રવ્યવાર્થી વ્યાવ્રાતઃ ॥
મુક્તાવલી : શંકાકાર : મનને વિભુ માનવામાં પ્રત્યેક સમયે તમામ વ્યક્તિઓને બધી ઈન્દ્રિયોનું પ્રત્યક્ષ થવાની આપત્તિને તો અમે મનને સંકોચ-વિકાસશાલી માનીને દૂર કરી દઈશું. તે માટે કાંઈ મનને અણુ માનવાની જરૂર નથી. મન તો વિભુ જ છે. પણ તે જ્યારે સંકોચાય છે ત્યારે એક ઈન્દ્રિયથી પ્રત્યક્ષ થાય છે અને જેટલા જેટલા પ્રમાણમાં વિકસે છે તેટલા તેટલા પ્રમાણમાં બે, ત્રણ, ચાર કે પાંચેય ઈન્દ્રિયોથી પ્રત્યક્ષજ્ઞાન એકીસાથે થાય છે. આમ મનને વિભુ માનવાની સાથે સંકોચ-વિકાસશાલી માની લેવાથી પૂર્વોક્ત આપત્તિ આવશે નહીં.
નૈયાયિક : મનને સંકોચ-વિકાસશાલી માનવાથી જ્યારે મન સંકોચ પામે ત્યારે તેના વિવિધ અવયવોનો નાશ માનવો પડે. વળી જ્યારે મન વિકાસ પામે ત્યારે તેના વિવિધ અવયવોની ઉત્પત્તિ માનવી પડે. આમ અનંતા અવયવોના નાશની અને અનંતા અવયવોની ઉત્પત્તિની કલ્પના કરવાનું મોટું ગૌરવ થઈ જાય. વળી નાશ અને ઉત્પત્તિ માનો એટલે તેના નાશક અને ઉત્પાદક માનવા પડે. આ રીતે ઘણું મોટું બીજું પણ ગૌરવ આવી જાય. તેથી મનને સંકોચ-વિકાસશાલી તો મનાય જ નહીં.
તેથી લાધવાત્ મનને અવયવો વિનાનું અણુ માનવું જ જોઈએ, કેમકે તેમ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૧૯૬)