________________
નૈયાયિક : દ્રવ્યમમિન્ને સામાન્યવતિ યા વ્હારળતા, સા જિશ્ચિન્તમાંવચ્છિન્ના, कारणतात्वात्, कपालनिष्ठकपालत्वावच्छिन्नकारणतावत् ।
જે જે કારણતા હોય તે કોઈ ને કોઈ ધર્મથી અવચ્છિન્ન જ હોય, જેમકે કપાલમાં ઘટ પ્રત્યે સમવાયિકારણતા છે, તો તે કપાલત્વ-ધર્મથી અવચ્છિન્ન જ છે. તે જ રીતે જેમાં સત્તા રહી છે, સામાન્ય રહે છે અને જે દ્રવ્ય અને કર્મથી ભિન્ન છે તેવા ગુણોમાં જે કારણતા છે તે પણ કોઈ ને કોઈ ધર્મથી અવચ્છિન્ન હોવી જ જોઈએ, કેમકે કારણતા કદાપિ કોઈપણ ધર્મથી અવચ્છિન્ન ન હોય તેવું બનતું નથી. તેથી ગુણનિષ્ઠ જે કારણતા છે તે પણ જે ધર્મથી અવચ્છિન્ન છે તે ધર્મ ગુણત્વ છે.
(નવ્યો તો કહે છે કે આ રીતે ગુણત્વની સિદ્ધિ ન થાય, કેમકે બધા ગુણોમાં સાધારણ કોઈ કારણતા છે જ નહીં કે જેના અવચ્છેદક તરીકે ગુણત્વને સિદ્ધ કરાય. દ્રવ્યોમાં તો સામાન્ય સમવાયિકારણતા હતી, પણ ગુણમાં તેવું નથી, તો પછી ચોવીસ ગુણોમાં રહેલી જુદી જુદી કારણતાના અવચ્છેદક તરીકે ગુણત્વની સિદ્ધિ શી રીતે થાય ? અને જો તેમ માનશો તો રૂપ સિવાયના ત્રેવીસ ગુણોની કારણતાના અવચ્છેદક તરીકે બીજી પણ એક જાતિની સિદ્ધિ થશે. રૂપ, રસ સિવાયના બાવીસ ગુણોની કારણતાના અવચ્છેદક તરીકે પણ ત્રીજી એક જાતિની સિદ્ધિ થશે. આ રીતે તો ઘણી જાતિની સિદ્ધિ થવાની આપત્તિ આવે. દ્રવ્યમંમિન્ને સામાન્યવતિ યા વ્હારળતા, સા િિશ્ચદ્ધાંવચ્છિન્ના, ધારાતાત્વાત્, પાતનિપાતત્વાવચ્છિન્નારળતાવત્ । વગેરે અનુમાન-પ્રયોગમાં રૂપની સાથે જુદા જુદા ગુણોનું નામ મૂકીને નવી નવી જાતિની સિદ્ધિ થઈ શકે. તેથી તે રીતે ગુણત્વની સિદ્ધિ ન થાય. વળી પારિમંડલ વગેરેમાં તો કારણતા જ નથી તો તેનામાં રહેલું ગુણત્વ કોનું અવચ્છેદક બનશે? આ બધા કારણોથી કારણતાવચ્છેદક તરીકે ગુણત્વની સિદ્ધિ ન થાય.)
मुक्तावली : न हि रूपत्वादिकं सत्ता वा तत्रावच्छेदिका, न्यूनाधिकदेशवृत्तित्वात् । अतश्चतुर्विंशत्यनुगतं किञ्चिद्वाच्यं तदेव गुणत्वमिति ।
?
મુક્તાવલી : શંકાકાર : ચોવીસ ગુણોમાં રહેલી કારણતાના અવચ્છેદક તરીકે રૂપત્વાદિને માનો ને ! નવી ગુણત્વ જાતિ માનવાનું શું કામ છે ?
નૈયાયિક ઃ રૂપત્વ જાતિ માત્ર રૂપમાં જ રહે છે, રસાદિમાં નહીં. તે જ રીતે રસત્વ જાતિ રસમાં જ રહે છે, રૂપાદિમાં નહિ. આમ રૂપત્વાદિ જાતિ તમામ ગુણોમાં રહેતી
અત્યાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૧૯૯)