________________
જ હોવાથી યાવત્પદોના એક સમૂહાલંબન સ્મરણની અવ્યવધાન ઉપસ્થિતિ છે જ, માટે જ ઉત્તરક્ષણે શાબ્દબોધ જરૂર ઉપપન્ન થઈ જશે.
જેમ ઘટ સાથે ચક્ષુ સંયોગ થાય અને પટ સાથે પણ ચક્ષુઃસંયોગ થાય તો પટપટી છે - એવું એક સમૂહાલંબન જ્ઞાન અનેક સંનિકર્ષોથી ઉત્પન્ન થાય છે તેમ યાવત્ પદોના આ માં અનેક સંસ્કારોથી એક સમૂહાલંબન સ્મરણની પણ ઉત્પત્તિ થઈ શકે છે.
પ્રશ્ન : સકલ સંસ્કારોના ઉદ્ધોધક (સ્મારક) વિના સકલ સંસ્કારોનું એક છે સમૂહાલંબન સ્મરણ શી રીતે થાય ?
ઉત્તર ઃ અન્તિમ “દેવદત્ત' પદનું જ્ઞાન જ યાવત્પદોના સકલ સંસ્કારોનું ઉદ્બોધક . બને છે. જો આમ ન માનીએ તો દે-વ-દ-ત્ત સ્થળે અનેક વર્ષોના જ્ઞાનનો નાશ થયા છે છે પછી અંતિમ ‘ત્ત' વર્ણ તે વર્ણોના સંસ્કારોનો અનુર્બોધક હોય તો દેવદત્ત પદનું સ્મરણ છે જ અનુપપન્ન થઈ જાય. અને તો પછી તદુત્તરક્ષણે શાબ્દબોધ પણ અનુપપન્ન થઈ જાય. આ માટે સર્વત્ર શાબ્દબોધની ઉપપત્તિ કરવા અન્તિમ વર્ણાદિને પૂર્વના યાવત્પદોના સકલ જ સંસ્કારોના ઉદ્ધોધક માનવા જ જોઈએ.
એટલે પ્રત્યેક વર્ણસંસ્કારોથી સમૂહાલંબનાત્મક વર્ણસ્મરણ થાય અને પ્રત્યેક પદમ સંસ્કારોથી સમૂહાલંબનાત્મક પદસ્મરણ થાય અને પદસ્મરણથી ઉપસ્થિત પદાર્થજ સ્મરણથી શાબ્દબોધ થાય. * मुक्तावली : परन्तु तावत्पदार्थानां स्मरणादेकदैव खले कपोतन्यायेन तावत्पदार्थानां क्रियाकारकभावेनान्वयरूपः शाब्दबोधो भवतीति केचित् ।
वृद्धा युवानः शिशवः कपोताः खले यथामी युगपत्पतन्ति ।
तथैव सर्वे युगपत्पदार्थाः परस्परेणान्वयिनो भवन्ति । મુક્તાવલી : હવે અહીં મુક્તાવલીકાર પ્રાચીનમત રજુ કરે છે.
નવ્યોએ સમસ્તપદવિષયક મૃતિને સમૂહાલંબનાત્મક કહી ત્યારે પ્રાચીનો કહે છે : કે સમસ્તપદવિષયક મૃતિ જ સમૂહાલંબનાત્મક છે એમ નહિ કિન્તુ સમસ્તપદજન્ય જે આ પદાર્થોપસ્થિતિ થાય છે તે પણ સમૂહાલંબનાત્મક છે એમ માનવું જોઈએ, કેમકે
પદાર્થોપસ્થિતિ (સ્મરણ) પણ આશુતર વિનાશિની છે એટલે બધી પદજન્યપદાર્થોપસ્થિતિ માં જ એકસાથે ભેગી થઈ શકે નહિ, એટલે અંતિમ પદાર્થોપસ્થિતિ થતાં તે વખતે અન્ય
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૭૪)
જ