________________
ક
છે નૈયાયિક : જો અહીં એકદેશાન્વય ન જ સ્વીકારો તો પણ વાક્યની લક્ષણા
માનવાની તો જરૂર રહેતી જ નથી. અમે તો પદની જ લક્ષણા કરીને કામ ચલાવીશું. જ તે આ રીતે : નદી-પદની ગભીરનદીતીર સ્વરૂપ સમુદિત અર્થમાં લક્ષણા કરીશું. જે જ મીમાંસક : તો પછી જે “ગભર' પદ પડેલું છે તે નિરર્થક નહિ જાય ?
નૈયાયિકઃ ના, ગભીર પદ એ વક્તાની જે ઈચ્છા = તાત્પર્ય કે-મીરા ના પોષઃ વાક્ય “પીરનહીતી પોષ:' એવા શાબ્દબોધનું જનક બનો-એનું ગ્રાહક છે. જો કે હું ગભીર પદ જ ન હોત તો “ગભીરનદીતીરમાં ઘોષ' એવી વક્તાની ઈચ્છાનું જ્ઞાન ન જ
થાત. એ તાત્પર્ય અનુપપન્ન થઈ જાત. માટે “ના” પદની ગભીરનદીતીરમાં લક્ષણો છે જ કરવી જોઈએ. અહીં તાત્પર્યનું ગ્રાહક ગભીર પદ બન્યું. છે એટલે હવે નક્કી થઈ ગયું કે પદની જ લક્ષણા માનવાથી કામ ચાલી જાય છે માટે આ વાક્યની લક્ષણા માનવાની જરૂર નથી. मुक्तावली : बहुव्रीहावप्येवम् । तत्र हि चित्रगुपदादौ यद्येकदेशान्वयः । स्वीक्रियते तदा गोपदस्य गोस्वामिनि लक्षणा, गवि चित्राभेदान्वयः, यदि तत्रैकदेशान्वयो न स्वीक्रियते तदा गोपदस्य चित्रगोस्वामिनि लक्षणा,* चित्रपदं तात्पर्यग्राहकम् । एवमारूढवानरो वृक्ष इत्यत्र वानरपदस्य
वानरारोहणकर्मणि लक्षणा, आरूढपदं तात्पर्यग्राहकम् । एवमन्यत्रापि । છે વોટ્યમ્ |
* બહુવતિ-સમાસ * કરી મુક્તાવલી : મીમાંસક : ચિત્રગુ વિગેરે સમસ્ત વાક્ય(બહુવ્રીહિ આદિ)માં શું છે છે કરશો? ત્યાં તો ચિત્રગુ વાક્યની ચિત્રગો-સ્વામીમાં લક્ષણા કરવી જ પડશે ને ? એ જ નૈયાયિક : ના, અહીં પણ જો એકદેશાવ્ય સ્વીકારીએ તો “ગો’-પદની ગોજ સ્વામીમાં લક્ષણા કરવી અને ગો-સ્વામીના એકદેશ “ગૌમાં ચિત્ર-પદનો અભેદેન છે છે અન્વય કરી લેવાશે. અને જો આમ એકદેશાન્વય ન માનો તો “ગો'પદની ચિત્રગોસ્વામીમાં લક્ષણા કરવી અને પૂર્વવત્ ચિત્ર-પદ તાત્પર્યગ્રાહક સમજવું.
એ જ રીતે સારૂઢવાનરો વૃક્ષ સ્થળે પણ વાનર-પદની વાનરારોહણકર્મમાં લક્ષણા કરી ન કરી લઈશું અને “આરૂઢ' પદને તાત્પર્યગ્રાહક કહીશું.
ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૧૬) જિજ જ છે