________________
લક્ષણા-નિરૂપણ
कारिकावली : लक्षणा शक्यसम्बन्धस्तात्पर्यानुपपत्तितः ।
मुक्तावली : लक्षणेति । गङ्गायां घोष इत्यादौ गङ्गापदस्य शक्यार्थे प्रवाहरूपे घोषस्यान्वयानुपपत्तिस्तात्पर्यानुपपत्तिर्वा यत्र प्रतिसन्धीयते तत्र लक्षणया तीरस्य बोध इति । सा च शक्यसम्बन्धरूपा । तथाहि प्रवाहरूपशक्यार्थसम्बन्धस्य तीरे गृहीतत्वात्तीरस्य स्मरणम् । ततः शाब्दबोधः ।
* લક્ષણા-નિરૂપણ *
મુક્તાવલી : શક્યસમ્બન્ધ એ લક્ષણા છે.
ગાયાં ઘોષઃ સ્થળે ગજ્ઞા-પદની શક્તિ ગજ્ઞા-પ્રવાહમાં છે માટે પ્રવાહ એ શક્ય કહેવાય. તેનો સામીપ્યરૂપ સંબંધ તીરમાં છે. (પ્રવાહની સમીપ તીર છે માટે તીરમાં પ્રવાહ-સામીપ્ય છે.) આ શક્યનો સામીપ્યરૂપ જે સંબંધ તે જ લક્ષણા છે. ગજ્ઞા-પદમાં શક્તિસંબંધ છે તેમ લક્ષણાસંબંધ પણ છે. એટલે ડ્રાયાં ઘોષઃ વાક્ય સાંભળતાં શક્ય પ્રવાહ ઉપસ્થિત થાય છે, પણ જ્યારે તેનો ઘોષ = આભીરપલ્લી સાથે અન્વય કે તાત્પર્ય ઉપપન્ન થતાં નથી ત્યારે તરત પ્રવાહના સંબંધી તીરનું સ્મરણ થાય છે અને તેથી ગાયાં ગજ્ઞાતીરે એવો બોધ થાય છે.
=
આમ જ્યારે એક શક્યનો બીજા શક્ય સાથે અન્વય અનુપપન્ન થાય કે તાત્પર્ય અનુપપન્ન થાય ત્યારે પદની શક્યસંબંધીમાં લક્ષણા કરવી પડે છે. એટલે લક્ષણાનું બીજ અન્વય કે તાત્પર્યની અનુપપત્તિ થયું.
मुक्तावली : परन्तु यद्यन्वयानुपपत्तिर्लक्षणाबीजं स्यात्तदा यष्टीः प्रवेशयेत्यत्र लक्षणा न स्यात्, यष्टिषु प्रवेशान्वयस्यानुपपत्तेरभावात् । तेन यष्टिप्रवेशे भोजनतात्पर्यानुपपत्त्या यष्टिधरेषु लक्षणा ।
મુક્તાવલી : આમ પ્રાચીનો તો અન્વયાનુપપત્તિથી પણ લક્ષણા માને છે, પણ નવ્યો તો માત્ર તાત્પર્યાનુપપત્તિથી જ લક્ષણા માને છે. તેમનું કહેવું એ છે કે જો અન્વયાનુપપત્તિને લક્ષણાનું બીજ (હેતુ) માનવામાં આવે તો ‘યહી: પ્રવેશય' સ્થળે ‘યષ્ટી’પદની યષ્ટિધરમાં લક્ષણા નહિ થવાની આપત્તિ આવે, કેમકે યષ્ટીનો પ્રવેશ સાથે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૧૫૩)