________________
********
यागविशेषोऽपीति ॥
(૪) યૌગિકરૂઢ : જ્યાં યૌગિકાર્થ અને રૂઢચર્થનો સ્વાતન્ત્યણ બોધ થાય ત્યાં તે પદ યૌગિકરૂઢ કહેવાય.
યોગરૂઢમાં યોગાર્થ અને રૂઢ્યર્થનો સ્વાતન્ત્યણ બોધ ન હતો, બેયની એક જ સ્થાને પરસ્પરાપેક્ષા હતી. પંકજનો યોગાર્થ અને રૂચર્થ બે ય પદ્મમાં છે. જ્યારે અહીં બેયનો સ્વાતન્સ્પેણ બોધ વિવક્ષિત છે. દા.ત. ઉભિદ્ પદ એ યૌગિકરૂઢ છે. ર્ધ્વ મિનત્તિ કૃત્તિ નિર્ । આ અવયવાર્થથી ઉદ્ભદનકર્તૃત્વવિશિષ્ટ તરુનો બોધ થાય છે અને સમુદાયશક્તિ(રૂઢિ)થી ઉદ્ભિદ્ નામના યજ્ઞનો બોધ થાય છે. એ જ રીતે ‘મહારજત’ પદ યૌગિકરૂઢ છે, કેમકે તેની અવયવાર્થ-શક્તિથી મોટી ચાંદીનો બોધ થાય છે, જ્યારે રૂઢિથી તો તે સુવર્ણનો બોધ કરાવે છે.
પંકજમાં જેમ પંકજનિકતૢ (યોગાર્થ) એ જ પદ્મ (રૂઢચર્થ) હતું તેમ અહીં મહારજત એ જ સોનું નથી, ઉભિદ્ (તરૂ) એ જ યજ્ઞવિશેષ નથી.
આમ આ ઉભિદ્ વિગેરે પદો ક્યારેક અવયવશક્તિથી તરૂમાં તો ક્યારેક સમુદાયશક્તિથી યજ્ઞવિશેષમાં પ્રયુક્ત થાય છે, અર્થાત્ અહીં બે શક્તિ પરસ્પર અપેક્ષા વિના વિભિન્ન બોધ કરાવે છે.
અહીં શક્તિ નામના એક સંબંધની વિચારણા પૂર્ણ થઈ. હવે મુક્તાવલિકાર લક્ષણા નામનો બીજો સંબંધ જણાવે છે.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૧૫૨)