________________
ઉત્તર : આવા સ્થાને પંકજ પદની કુમુદમાં શક્તિ ન લેતાં કુમુદમાં લક્ષણા લઈશું એટલે તેવા સ્થાને પંકજ પદની લક્ષણાથી કુમુદનો બોધ થઈ શકે. આથી હવે પંકજ પદની એકલી અવયવશક્તિ લઈને કુમુદનો બોધ કરવાની જરૂર નહિ રહે, એટલે જ્યાં સમુદાયશક્તિ હોય ત્યાં જ અવયવ-શક્તિથી બોધ થાય એ નિયમમાં હવે આપત્તિ નહિ આવે.
मुक्तावली : यत्र तु कुमुदत्वेन रूपेण बोधे न तात्पर्यज्ञानं पद्मत्वस्य च बाधस्तत्रावयवशक्तिमात्रेण निर्वाह इत्यप्याहुः । यत्र तु स्थलपद्मादाववयवार्थबाधस्तत्र समुदायशक्त्या पद्मत्वेन रूपेण बोध: । यदि तु स्थलपद्मं विजातीयमेव तदा लक्षणयैवेति ।
મુક્તાવલી : પ્રશ્ન : પણ હવે અન્ન પદ્ભૂમિતિ । આ વાક્યપ્રયોગમાં પંકજ પદથી કુમુદનો બોધ કરવાનું તાત્પર્ય નથી (જો તેમ હોત તો તો કુમુદમાં લક્ષણા કરી લેત) અને પદ્મત્વનો બાધ છે, કેમકે સામે જે પંકજ છે તે ચન્દ્રવિકાસી કુમુદ જ છે એટલે તેમાં સૂર્યવિકાસી પદ્મત્વનો બાધ પણ છે જ. અહીં પંકજનિકર્તૃત્વરૂપેણ બોધ કરવાનું જ તાત્પર્ય છે. હવે અહીં પંકજ પદથી કોનો બોધ કરશો ?
ઉત્તર : આવા સ્થળે તો પંકજ પદની એકલી અવયવશક્તિથી પંકજનિકર્તૃત્વરૂપ અર્થનો જ બોધ માનવો જ પડશે.
વળી સ્થલપદ્મ (ગુલાબ) કે ચિત્રમાં દોરેલું પદ્મ હોય તેને ‘પંકજ' તરીકે સંબોધવામાં આવે ત્યારે ત્યાં પંકજનિકર્તૃત્વરૂપ અવયવાર્થનો તો બાધ જ છે (ગુલાબ કે ચિત્રિત પદ્મ પંકમાં ઉત્પન્ન થતું નથી.) એટલે ત્યાં તો અવયવશક્તિનિરપેક્ષ એકલી સમુદાયશક્તિ(રૂઢિ)થી જ પંકજ પદથી તે પદ્મનો બોધ માનવો જોઈએ.
પ્રશ્ન : સ્થલપદ્માદિ એ પંકોત્પન્ન પદ્મથી વિજાતીય છે માટે તેમાં વિજાતીય પદ્મત્વ છે, તેનો રૂઢિથી શી રીતે બોધ થાય ?
ઉત્તર : સારું, તો ત્યાં એકલી સમુદાયશક્તિથી બોધ ન લેતાં લક્ષણાથી બોધ માનવો. પંકજ પદની સ્થલપદ્માદિમાં લક્ષણા કરવી.
मुक्तावली : यत्र तु यौगिकार्थरूढ्यर्थयोः स्वातन्त्र्येण बोधस्तद्यौगिकरूढम्, यथोद्भिदादिपदम् । तत्र हि उद्भेदनकर्ता तरुगुल्मादिर्बुध्यते
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૫૧)