________________
જ નહિ. પણ તેની એકલી અવયવશક્તિ તો કુમુદ કે દેડકાની વાચક કેમ ન બને ?) છે. ઉત્તર ઃ રૂઢિનું જ્ઞાન (સમુદાયશક્તિનું જ્ઞાન) કેવળ યોગાર્થ (અવયવાર્થ) જ્ઞાનનું
પ્રતિબંધક છે. “પઠ્ઠજ પદની રૂઢિ પામાં જ છે' એવું જે જ્ઞાન છે તેથી હવે પંકજ પદની જ એકલી અવયવશક્તિથી થનારું કુમુદ કે દેડકાનું જ્ઞાન પ્રતિબધ્ય બની જાય. આ मुक्तावली : वस्तुतस्तु समुदायशक्त्युपस्थितपद्येऽवयवार्थपङ्कजनिकर्तुरन्वयो भवति सान्निध्यात् । यत्र तु रूढ्यर्थस्य बाधः प्रतिसन्धीयते तत्र लक्षणया कुमुदादेर्बोधः । - મુક્તાવલી : ઉપરોક્ત જવાબ પ્રાચીનોનો છે, પણ નવ્યોને આમાં અસ્વરસ છે. આ તેમનું કહેવું એ છે કે પ્રતિબધ્ય-પ્રતિબંધકભાવ તો તદભાવવ્યાપ્યવત્તા બુદ્ધિ અને જો તયાપ્યવત્તા-બુદ્ધિ વચ્ચે જ હોઈ શકે. રૂઢિજ્ઞાન અને યોગાર્થ-જ્ઞાન એ બે કાંઈ તદભાવવ્યાપ્યવત્તા-બુદ્ધિ અને તડ્યાપ્યવત્તાબુદ્ધિરૂપ નથી, માટે તે બે વચ્ચે પ્રતિબધ્યપ્રતિબંધકભાવ બની શકે નહિ. માટે આ જવાબ બરોબર નથી.
એટલે “પંકજ' પદની અવયવશક્તિથી કુમુદ કે દેડકાનો બોધ કેમ ન થાય? એનું છે સમાધાન આ જ આપવું જોઈએ કે અવયવાર્થનો અન્વય સમુદાયશક્તિથી ઉપસ્થિત છે જ થયેલા પદાર્થમાં જ થાય. “પંકજ પદનો જે પંકજનિકતૃત્વરૂપ અવયવાર્થ છે તેનો અન્વય
ત્યાં જ થાય જ્યાં પંકજ પદની સમુદાયશક્તિનો અન્વય થતો હોય. હવે પંકજ પદની જ સમુદાયશક્તિ(રૂઢિ)થી પવ જ ઉપસ્થિત થાય છે માટે તે પત્રમાં જ પંકજનિકર્તુત્વરૂપ આ અવયવાર્થનો અન્વય થઈ શકે. કુમુદ કે દેડકામાં પંકજ પદની સમુદાયશક્તિ(રૂઢિ)નો જ અન્વય નથી થતો માટે ત્યાં હવે પંકજનિકતૃત્વરૂપ અવયવાર્થ હોવા છતાં તેનો અન્વય
ન થાય, કેમકે ત્યાં રૂઢયર્થનું સાનિધ્ય નથી. એટલે પંકજ પદથી પદ્મનો જ બોધ થાય, તો જ કુમુદ કે દેડકાનો નહિ. છેપ્રશ્નઃ જયાં કુમુદના તાત્પર્યથી જ 'મત્ર ડૂબમતિ' એવો વાક્યપ્રયોગ થયો હોય છે છે ત્યાં પંકજનો અન્વય રૂઢયર્થ એવા પદ્મમાં તો બાધિત છે, તો ત્યાં પંકજ પદથી યૌગિકાર્થ જ પંકજનિકર્તુત્વને લઈને કુમુદનો બોધ થાય કે નહિ ? તમે તો સમુદાયશક્તિનો જ્યાં જે અન્વય નથી ત્યાં અવયવશક્તિનો પણ અન્વય કરતા નથી, તો પછી કુમુદમાં જ આ સમુદાયશક્તિ ન હોવાથી હવે પંકજનિકર્તૃત્વરૂપ અવયવશક્તિનો પણ અન્વય કરશો કે જ નહિ? ટૂંકમાં અહીં પંકજ પદનો યૌગિકાર્થ લઈને કુમુદનો બોધ માનશો કે નહિ ?
વ્યાસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-ર ૦ (૧૫) શિક
છે