________________
છે ઘોષનો અન્વય અનુપપન્ન બને છે માટે ગા-પદની તીરમાં લક્ષણા કરીને તીરમાં જ આ ઘોષનો અન્વય ઉપપન્ન કર્યો. પ્રસ્તુતમાં તો એવું છે નહિ. પટોડતા આ સ્થળે ઘટઆ પદની શક્તિ ઘટત્વ જાતિમાં માનીએ તો તેનો ‘તિ' પદાર્થ સત્તા સાથે અન્વય - અનુપપન નથી. “ઘટત્વ છે એ અન્વય યોગ્ય જ છે. તો પછી હવે શા માટે તમારે આ ઘટ-પદની ઘટવ્યક્તિમાં લક્ષણા કરવાનું કહેવું જોઈએ? હવે આમ અહીં ઘટ-વ્યક્તિમાં જ લક્ષણાની જરૂર નથી અને ઘટપદમાં ઘટવ્યક્તિની શક્તિ પણ (તમારા મતે) નથી છતાં જ આ ઘટવ્યક્તિનો શાબ્દબોધ થાય છે માટે વ્યતિરેક-વ્યભિચાર આવ્યો. એટલે જાતિમાં શક્તિ અને
ન માનવી જોઈએ કિન્તુ જાતિવિશિષ્ટવ્યક્તિમાં જ શક્તિ માનવી જોઈએ. છે મીમાંસક : પણ જાતિવિશિષ્ટવ્યક્તિમાં શક્તિ માનવાથી વ્યક્તિ અનંત હોવાથી હું શક્તિ પણ અનન્ત માનવાનું ગૌરવ આવશે તેનું શું ?
તૈયાયિકઃ નહિ, અમે સકળ “ગો'વ્યક્તિની એક જ શક્તિ “ગો'પદમાં માનીશું. આ આ મીમાંસક તો પછી અનનગમ દોષ આવશે. સકળ “ગો’વ્યક્તિમાં એક જ અનુગત છે આ શક્તિ હોવા છતાં “ગો'વ્યક્તિઓ તો અનrગત છે ને ? એટલે શક્તિજ્ઞાન-કારણતાનો આ અવચ્છેદક અનનુગત “ગોવ્યક્તિ તો બની શકે નહિ. તો હવે અવચ્છેદકની અપ્રસિદ્ધિને આ મા લીધે શક્તિજ્ઞાનની કારણતા જ અનુપપન્ન થઈ જશે.
નૈયાયિકઃ નહિ, અનુગત ગોત્વને લઈને અમે અનુગમ કરી લઈશું. શક્તિજ્ઞાન જ એ શાબ્દબોધનું કારણ છે. શક્તિજ્ઞાનમાં કારણતા રહી. એ કારણતાનો અવચ્છેદક છે ગોત્વ બનશે. ગોત્વપ્રકારકગોવિશેષ્યકશાબ્દબોધ પ્રત્યે ગોત્વાવચ્છિન્નગોવિશેષ્યકશક્તિજ્ઞાનને અમે કારણ કહીશું. આ કારણભૂતજ્ઞાનમાં ગોત્વ વિશેષણ છે માટે તે જ કારણતાવચ્છેદક બને. આમ હવે અનનગમ દોષ રહેતો નથી. * मुक्तावली : किञ्च गौः शक्येति शक्तिग्रहो यदि तदा व्यक्तौ शक्तिः । यदि * तु गोत्वं शक्यमिति शक्तिग्रहस्तदा गोत्वप्रकारकपदार्थस्मरणं शाब्दबोधश्च न
स्यात् समानप्रकारकत्वेन शक्तिज्ञानस्य पदार्थस्मरणं शाब्दबोधं प्रति च * हेतुत्वात् ।
મુક્તાવલી : આ રીતે મુક્તાવલીકારે (જાતિવિશિષ્ટ) વ્યક્તિમાં શક્તિ માનવાનો અને કનૈયાયિકનો મત સ્થિર કર્યો. હવે જાતિમાં શક્તિ માનવામાં દોષો પણ છે તે વાત બતાવવાની ભૂમિકા કરે છે.
0 0 0 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૪) કે જો