________________
થવાની આપત્તિ આવશે, કેમકે અહીં કાર્યતા (કાર્ય) અન્વિત ઘટ પદ નથી. કાર્યતા તો લિફ્, લોટ્ (આજ્ઞાર્થ, વિધ્યર્થાદિ) વગેરે પ્રત્યયોના પ્રયોગથી જન્ય તે તો અહીં છે નહિ માટે કાર્યતા નથી. અને તેથી અહીં કાર્યાન્વિત ઘટ પદ નથી એટલે હવે શાબ્દબોધ નહિ થાય.
मुक्तावली : तन्न, प्रथमतः कार्यान्वितघटादौ शक्त्यवधारणेऽपि लाघवेन पश्चात्तस्य परित्यागौचित्यात् ।
મુક્તાવલી : આનું સમાધાન કરતાં નૈયાયિકો પોતાના તરફથી કહે છે કે માટે જ કાર્યાન્વિત ઘટાદિમાં જ ઘટાદિ-પદોની શક્તિ છે એવો સર્વત્ર નિયમ લાગુ કરાય નહિ. ભલે, પ્રથમતઃ બાળક કાર્યાન્વિત ઘટાદિમાં ઘટાદિ પદોની શક્તિનો ગ્રહ કરે પણ પછી હંમેશ તે રીતે જ શક્તિનો ગ્રહ માનવો તેમાં ગૌરવ છે. એના કરતાં લાધવાત્ ઘટાદ પદોની શક્તિનો શુદ્ધ ઘટાદિમાં ગ્રહ થાય એમ માનવું જ ઉચિત છે.
मुक्तावली : अत एव चैत्र ! पुत्रस्ते जातः, कन्या ते गर्भिणी जाता - इत्यादौ मुखप्रसादमुखमालिन्याभ्यां सुखदुःखे अनुमाय तत्कारणत्वेन पारिशेषाच्छाब्दबोधं निर्णीय तद्धेतुतया तं शब्दमवधारयति । तथा च व्यभिचारात् कार्यान्विते न शक्तिः ।
મુક્તાવલી : અને વસ્તુસ્થિતિ પણ આમ જ છે, કેમકે ચૈત્ર ! પુત્રસ્તે નાત:, ચૈત્ર! ન્યા તે મિળી નાતા ઈત્યાદિ સ્થળે આજ્ઞાર્થાદિના પ્રયોગના અભાવે પદો કાર્યાન્વિત ન હોવા છતાં આ વાક્યો સાંભળનાર બાળક, ચૈત્રના મુખ ઉપરના આનંદ કે શોકના ભાવ ઉપરથી સુખ-દુઃખનું અનુમાન કરી લઈને (ચૈત્ર: મુલવાન્ પ્રમત્નમુણવત્ત્તાત્ ઇત્યાદિ ) તે સુખાદિના કારણ તરીકે ચંદનવનિતાદિ કે કટકાદિનો સંબંધ તો છે નહિ, માટે ચંદનવનિતાદિ કે કષ્ટકાદિને તો સુખાદિ-કારણ ન મનાય, માટે પારિશેષાત્ તે સુખાદિ-કારણ ‘ઉક્ત વાક્યદ્વયથી ચૈત્રને ઉત્પન્ન થયેલ શાબ્દબોધ જ છે' એવું અનુમાન
કરીને ચૈત્ર ! પુત્રસ્તે નાત:, ચૈત્ર ! ન્યા તે મિળી નાતા એ વાક્યોને સુખાદિ-જનક
શાબ્દબોધના હેતુ તરીકે અનુમાન કરે છે. આમ સુખાદિ-જનક તાદશ શાબ્દબોધના પ્રયોજક તરીકે આ વાક્યો સિદ્ધ થઈ ગયા. આમ કાર્યતાબોધક પદ વિનાના પદોનો પણ સાબ્દબોધ થતો હોવાથી ‘કાર્યાન્વિત પદાર્થોમાં જ પદની શક્તિ રહે છે' તેવું માની ન ન્યાયસિદ્ધાન્તમુકતાવલી ભાગ-૨ ૭ (૧૪૧)