________________
શકાય.
मुक्तावली : न च तत्र तं पश्येत्यादि शब्दान्तरमध्याहार्यं, मानाभावात् । चैत्र ! पुत्रस्ते जातो मृतश्चेत्यादौ तदभावाच्च । इत्थञ्च लाघवादन्वितघटेऽपि शक्तिं त्यक्त्वा घटपदस्य घटमात्रे शक्तिमवधारयति ।
મુક્તાવલી : મીમાંસક : ઉક્ત વાક્યોમાં ‘તેં પશ્ય’ એ પદ અધ્યાહાર્ય છે, અર્થાત્ સમજી જ લેવાનું છે. એટલે અહીં પણ કાર્યતા (આજ્ઞાર્થ) છે જ. માટે કાર્યાન્વિત ઘટાદિમાં જ શક્તિગ્રહ થયો છે.
નૈયાયિક : ના, તેમ માનવામાં કોઈ પ્રમાણ નથી. વળી ચૈત્ર ! પુત્રસ્તે નાતો મૃતથ એ સ્થળે તો ‘તે પશ્ય' વિગેરે કશુંય અધ્યાહાર નથી એટલે અહીં તો કાર્યાન્વિત ઘટાદિમાં શક્તિગ્રહ થતો જ નથી છતાં શાબ્દબોધ થાય છે માટે શુદ્ધ ધટાદિમાં જ ઘટાદિ પદની શક્તિ માનવી જોઈએ.
કુમારિલ ભટ્ટ કાર્યાન્વિત ઘટાદિમાં શક્તિ માનતા નથી પણ અન્વિત ઘટાદિમાં શક્તિ માને છે. ઘટઃ અસ્તિ । અહીં ઘટ-પદની શક્તિ શુદ્ધ ઘટમાં નથી કિન્તુ સત્તાવિશિષ્ટ (અન્વિત) ઘટમાં જ છે. જો તેમ ન માનીએ તો સત્તાવાનું ઘટ: એવો બોધ અનુપપન્ન થઈ જાય.
આ મતનો પણ નિરાસ કરતાં નૈયાયિકો કહે છે કે અન્વિત ઘટાદિમાં પણ ઘટાદિ પદોની શક્તિ નથી, કેમકે તેમાં ય ગૌરવ છે. માટે લાઘવાત્ શુદ્ધ ઘટાદિમાં જ ઘટાદિપદોની શક્તિ માનવી જોઈએ.
मुक्तावली : एवं वाक्यशेषादपि शक्तिग्रहः । यथा यवमयश्चरुर्भवतीत्यत्र यवपदस्य दीर्घशूकविशेषे आर्याणां प्रयोगः कङ्गौ च म्लेच्छानाम् । तत्र हि " यदाऽन्या औषधयो म्लायन्तेऽथैते मोदमानास्तिष्ठन्ति " । "वसन्ते सर्वसस्यानां जायते पत्रशातनम् । मोदमानाश्च तिष्ठन्ति यवाः कणिशशालिनः " ॥ इति वाक्यशेषाद्दीर्घशूके शक्तिर्निर्णीयते, कङ्गौ तु शक्तिभ्रमात्प्रयोगः, नानाशक्तिकल्पने गौरवात् । हर्यादिपदे तु विनिगमकाभावान्नानाशक्तिकल्पनम् ।
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨
(૧૪૨) : ન