________________
ઘટપદ-જ્ઞાન હોય અને તેની સાથે વૃત્તિ-સંબંધનો સહકાર હોય અને એ બે ભેગા મળીને જે પદાર્થ-સ્મરણ ઉત્પન્ન કરે તે જ પદાર્થ-સ્મરણ શાબ્દબોધ પ્રત્યે વ્યાપારાત્મક કારણ બની શકે.
વૃત્તિ-સંબંધ એટલે શાબ્દબોધાનુકૂલ-સંબંધ.
શાબ્દબોધને અનુકૂલ (જનક) શક્તિ અને લક્ષણા એમ બે સંબંધ છે માટે તે બેયને વૃત્તિ-સંબંધ કહેવાય. એટલે ટપદનું જ્ઞાન એ શક્તિ લક્ષણા-અન્યતર કોઈપણ એક સંબંધના સહકાર સાથે જે પદાર્થ-સ્મરણ ઉત્પન્ન કરે તે પદાર્થ-સ્મરણ અવશ્ય શાબ્દબોધ પ્રત્યે વ્યાપાર બને.
પ્રસ્તુત સ્થળે ઘટપદ-જ્ઞાન પછી સમવાયસંબંધના સહકારથી આકાશ-પદાર્થનું સ્મરણ થયું છે માટે હવે તે આકાશ-પદાર્થના સ્મરણથી આકાશનો શાબ્દબોધ થવાની આપત્તિ નહિ આવે, કેમકે તે આકાશ-પદાર્થસ્મરણ પદજ્ઞાનથી ઉત્પન્ન થયું છે પણ અહીં પદજ્ઞાન સાથે શક્તિ-લક્ષણાન્યતર વૃત્તિ-સંબંધ નથી.
શક્તિ અને લક્ષણા-સંબંધના સ્વરૂપની વાત આગળ કહેવાના છે.
આમ એ વાત નક્કી થઈ કે વૃત્તિસમ્બન્ધ (શક્તિ-લક્ષણાન્યતરાત્મક) સહષ્કૃત પદજ્ઞાન એ પદાર્થ-સ્મરણ ઉત્પન્ન કરે અને તે પદાર્થ-સ્મરણથી શાબ્દબોધ-કાર્ય થાય. मुक्तावली : अत्रैव शक्तिज्ञानस्योपयोगः । पूर्वं शक्तिग्रहाभावे पदज्ञानेऽपि तत्सम्बन्धेन तत्स्मरणानुत्पत्तेः । पदज्ञानस्य हि एकसम्बन्धिज्ञानविधया पदार्थोपस्थापकत्वम् ।
મુક્તાવલી : પ્રશ્ન : તો પછી હવે વૃત્તિસંબંધ (શક્તિ-લક્ષણાન્યતર જ્ઞાન) એ પદાર્થસ્મરણ પ્રત્યે કારણ બને તેમ શાબ્દબોધ પ્રત્યે પણ કારણ બને ને?
ઉત્તર ઃ ના, શક્તિજ્ઞાનનો તો પદાર્થ-સ્મરણ ઉત્પન્ન કરવા પૂરતો જ ઉપયોગ છે. શાબ્દબોધ પ્રત્યે તો તે અન્યથાસિદ્ધ છે, અર્થાત્ વૃત્તિજ્ઞાન પદાર્થ-સ્મરણ ઉત્પન્ન કરવામાં જ ચરિતાર્થ (નિષ્ઠિતાર્થ) બની જઈને શાબ્દબોધ પ્રત્યે અન્યથાસિદ્ધ બને છે. શાબ્દબોધને તો વૃત્તિજ્ઞાનથી ઉત્પન્ન થયેલું પદાર્થસ્મરણ જ ઉત્પન્ન કરી દે. ત્યાં વૃત્તિજ્ઞાનની જરૂર રહેતી નથી.
પ્રશ્ન : વૃત્તિજ્ઞાનને પદાર્થસ્મરણ પ્રત્યે કારણ શા માટે માનવું જોઈએ ? ઉત્તર : આ તો બહુ સીધી વાત છે. ઘટપદનું શ્રવણાત્મક કે સ્મરણાત્મક જ્ઞાન થાય ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૧૨૯)