________________
ઉત્તર : સારું ત્યારે, અમે કહીશું કે તે જ પદાર્થ-સ્મરણાત્મક જ્ઞાન શાબ્દબોધ પ્રત્યે વ્યાપારાત્મક કારણ બને જે પદજ્ઞાનજન્ય હોય, અર્થાત્ પદજ્ઞાનજન્ય એવા પદાર્થસ્મરણાત્મક જ્ઞાનને જ અમે શાબ્દબોધનું વ્યાપારાત્મક કારણ કહીશું. હવે ચક્ષુઃસંનિકર્ષ આદિથી જન્ય પદાર્થ-સ્મરણાત્મક જ્ઞાન શાબ્દબોધ પ્રત્યે વ્યાપાર જ નથી માટે અન્વય-વ્યભિચાર દોષની આપત્તિ નથી.
मुक्तावली : तत्रापि वृत्त्या पदजन्यत्वं बोध्यम् । अन्यथा घटादिपदात्समवायसम्बन्धेनाऽऽकाशस्मरणे जाते आकाशस्यापि शाब्दबोधापत्तेः । वृत्तिश्च शक्तिलक्षणान्यतरः सम्बन्धः ।
મુક્તાવલી : પ્રશ્ન ઃ સારું, તો ય હજી આપત્તિ છે.
દેવદત્તને ઘટ-પદનું જ્ઞાન થયું. ત્યાર પછી તેને મનમાં થયું કે,“ઘટ શબ્દ ? ઓહ, શબ્દ તો આકાશનો ગુણ છે.” આમ તેને ઘટપદ-જ્ઞાનથી આકાશ-પદાર્થનું સ્મરણ થયું. ઘટ એ શબ્દ છે અને આકાશનો ગુણ છે, એટલે ધટ શબ્દ (પદ) અને આકાશ વચ્ચે ગુણ-ગુણીભાવ સંબંધ છે. ‘સવધિજ્ઞાનં અપરક્ષધિસ્માર મત્તિ' એ ન્યાયથી ઘટ-શબ્દાત્મક એક સંબંધીનું જ્ઞાન થતાં તરત જ તેના બીજા સંબંધી આકાશનું સ્મરણ થઈ જાય તેમાં કાંઈ નવાઈ નથી. એટલે દેવદત્તને ઘટ-પદના જ્ઞાનથી સમવાયસંબંધ
દ્વારા આકાશ-પદાર્થનું સ્મરણ થયું. હવે આ આકાશ-પદાર્થનું સ્મરણ તો ઘટપદજ્ઞાનજન્ય જ છે. એટલે હવે આ આકાશ-પદાર્થના સ્મરણ બાદ-ઉત્તરક્ષણે-‘આકાશ’નો શાબ્દબોધ (આાશ:) થઈ જવાની આપત્તિ આવશે. વસ્તુતઃ આકાશનો શાબ્દબોધ થતો નથી.
ઉત્તર : સારું, તો અમે કહીશું કે પદજ્ઞાનથી જે પદાર્થસ્મરણ થાય તે પદાર્થસ્મરણ ત્યારે જ શાબ્દબોધ પ્રત્યે વ્યાપારાત્મક કારણ બને જ્યારે તે પદાર્થ-સ્મરણ ઉત્પન્ન કરવામાં પદજ્ઞાને વૃત્તિ-સંબંધનો સહકાર લીધો હોય.
કહેવાનો આશય એ છે કે પદજ્ઞાન અને વૃત્તિ-સંબંધ એ બે ય ભેગા થઈને જે પદાર્થ-સ્મરણને ઉત્પન્ન કરે તે જ પદાર્થ-સ્મરણ શાબ્દબોધ પ્રત્યે વ્યાપારાત્મક કારણ બને.
ઘટ-પદનું જ્ઞાન હોય અને સમવાયસંબંધ હોય (જે વૃત્તિ-સંબંધ નથી) અને એ બે ભેગા મળીને જે પદાર્થ-સ્મરણ ઉત્પન્ન કરે તેનાથી શાબ્દબોધ થાય નહિ.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૧૨૮)