________________
हूदो वह्निमान् धूमात् । हूदो वह्न्यभाववान् जलात् । આ બે અનુમિતિના वह्निव्याप्यधूमवान् हृदः ।
પરામર્શ છે :
वह्न्यभावव्याप्यजलवान् हूदः ।
અહીં વહ્નિ અને વત્ત્વભાવ એ બે વિરૂદ્ધ સાધ્યો છે. એમના સાધક ધૂમ અને જલ બે હેતુઓ છે. એમાં ધૂમ હેતુ એવો છે કે જેનો પ્રતિપક્ષી = પોતાના સાધ્યના અભાવનો સાધક જલ હેતુ વિદ્યમાન છે, અને જલ હેતુ એવો છે કે જેનો પ્રતિપક્ષી પોતાના સાધ્યના અભાવનો સાધક ધૂમ હેતુ વિદ્યમાન છે. માટે વિદ્યમાન છે પ્રતિપક્ષી જેમને તેવા તે બે ય હેતુને સત્પ્રતિપક્ષ કહેવાય.
=
આમ આવા બે સત્પ્રતિપક્ષ ઊભા થતાં બે ય પરામર્શથી થનારી અનુમિતિઓનો પ્રતિબંધ થઈ જાય.
‘વિરૂદ્ધ એવા પરામર્શ લેવાના' એમ અમે કહ્યું છે એટલે ઋષિસંયોગવ્યાપ્યવૃક્ષત્વવાનું વૃક્ષ: અને ઋષિસંયોગમાવવ્યાપ્યવૃક્ષત્વવાનું વૃક્ષ: એવા બે પરામર્શ ઊભા થવા છતાં અહીં સત્પ્રતિપક્ષ દોષ નહિ આવે, કેમકે આ બે પરામર્શ વિરૂદ્ધ નથી. શાખાવચ્છેદેન અને મૂલાવચ્છેદેન કપિસંયોગ અને તદભાવ બે ય રહી શકે છે. એટલે આ બે પરામર્શથી થનારી બે ય અનુમિતિ શાસ્ત્રાવચ્છિન્નો વૃક્ષ: પિસંયોગવાન્ અને મૂત્નાવચ્છિન્નો વૃક્ષ: પિસંયોગમાવવાનું થઈ શકે.
એટલે હવે નિષ્કર્ષ એ આવ્યો કે સ્વાસ્થ્યવિરુદ્ધસાધ્યામાવવ્યાપ્યવત્તાપરામર્શकालीनसाध्यव्याप्यवत्तापरामर्शविषयो हेतुः सत्प्रतिपक्षः ।
हृदो वह्निमान् धूमात् ।
हूदो वह्न्यभाववान् जलात् ।
આ બે અનુમિતિઓમાં ધૂમ અને જલ હેતુ સત્પ્રતિપક્ષ છે, માટે સ્વ= ધૂમ-જલ, તેમનું સાધ્ય અનુક્રમે વહ્નિ અને વર્જ્યભાવ, એનો વિરૂદ્ધ જે સાધ્યાભાવ = વન્યભાવ,
વલ્ક્યભાવાભાવ (વહિ), એનો જે પરામર્શ = વન્યભાવવ્યાપ્યજલવત્તાનો અને
વËભાવાભાવવ્યાપ્યધૂમવત્તાનો. એ પરામર્શકાલીન જે વહ્નિવ્યાપ્યવત્તાનો અને વર્જ્યભાવવ્યાપ્યવત્તાનો પરામર્શ, તેનો વિષય ધૂમ-જલ, તે સત્પ્રતિપક્ષ બન્યા.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૧૧૪)