________________
સહચારાગ્રહ એટલે વ્યાપ્તિનું અજ્ઞાન એ પુરૂષનું દૂષણ બનશે અને તેથી અનુમિતિ અટકી જાય એમ જ કહેવું જોઈએ. પણ તે સ્વરૂપસત્ વ્યાપ્તિ-અગ્રહ હેતુને તો દુષ્ટ બનાવી શકે નહિ. જો વ્યાપ્તિના અગ્રહનું જ્ઞાન હોય અને તે વ્યાપ્તિજ્ઞાનનો પ્રતિબંધ કરે તો તે અનુમિતિકરણનું પ્રતિબંધક બનતાં હેતુ દુષ્ટ બનત. પણ અહીં તો વ્યાપ્તિના અગ્રહનું જ્ઞાન નથી કિન્તુ વ્યાપ્તિનો અગ્રહ સ્વરૂપસત્ જ અનુમિતિને રોકી દે છે માટે આ રીતે તો હેતુ અનુપસંહારી બની શકે જ નહિ.
પ્રાચીન : તો પછી અનુપસંહારીનું લક્ષણ શું ?
નવ્યો ઃ એ તો અમે પૂર્વે જ કહ્યું છે કે સત્યનામાવાપ્રતિયોગિપક્ષમાòતુજો હેતુઃ अनुपसंहारी । अर्थात् केवलान्वयिपक्षसाध्यहेतुको हेतुः अनुपसंहारी ।
આ અનુપસંહારી દોષનું જ્ઞાન વ્યતિરેક-વ્યાપ્તિનો પ્રતિબંધ કરવા દ્વારા અનુમિતિનો પ્રતિબંધક બને છે માટે ત્યાંનો હેતુ હેત્વાભાસ બને. कारिकावली : यः साध्यवति नैवास्ति स विरुद्ध उदाहृतः ॥७४॥ ( गोत्वादिसाध्ये हेतुर्हि यत्राश्वत्वादिको भवेत् ॥ )
मुक्तावली : यः साध्यवतीति । एवकारेण साध्यवत्त्वावच्छेदेन हेत्वभावो बोधितः । तथा च साध्यव्यापकीभूताभावप्रतियोगित्वं तदर्थः ॥
મુક્તાવલી : વિરૂદ્ધ : સાધ્વવ્યાપીભૂતામાવપ્રતિયોગી હેતુઃ । અથવા સાધ્યામાવसाधको हेतुः ।
અયં પિ૬: શોત્વવાન્ અશ્વત્તાત્ । અહીં અશ્વત્વ હેતુ એ ગોત્વ સાધ્યનો સાધક નથી કિન્તુ ગોત્વાભાવસ્વરૂપ સાધ્યાભાવનો સાધક છે માટે આ અશ્વત્વ હેતુ વિરૂદ્ધ કહેવાય.
‘સાધ્યવમાં જે હેતુ ન હોય તે હેતુ વિરૂદ્ધ કહેવાય' એમ કહીએ તો આ વિરૂદ્ધના લક્ષણની અસાધારણમાં અતિવ્યાપ્તિ થઈ જાય છે, કેમકે અસાધારણ હેતુ સપક્ષ(વિપક્ષ) વ્યાવૃત્ત હોય છે એટલે સાધ્યવત્ સપક્ષમાં તે નથી જ રહેતો.
એટલે આ અતિવ્યાપ્તિ દૂર કરવા સાધ્યવત્ત્વાવચ્છેદન સાધ્યવમાં જે હેતુ ન રહેતો હોય તેને વિરૂદ્ધ કહ્યો, અર્થાત્ સાધ્યવ્યાપકીભૂતાભાવપ્રતિયોગી હેતુને વિરૂદ્ધ કહ્યો. હવે અસાધારણમાં લક્ષણની અતિવ્યાપ્તિ નહિ થાય, કેમકે વિરૂદ્ધ હેતુ બધા સાધ્યવમાં જ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨
(૧૧૧)