________________
આ પક્ષ કેવલાન્વયી કહેવાય. અહીં ‘સર્વ વસ્તુ પક્ષાન્તર્ગત છે એટલે પક્ષબહિર્ભત છે આ સપક્ષ-વિપક્ષ તો ન જ મળે અને તેથી સાધ્ય-હેતુની વ્યાપ્તિનો ગ્રહ કરવાનું કોઈ સ્થળ પર જ ન મળે. (જેમ મહાન સાદિમાં ધૂમ-વહ્નિની વ્યાપ્તિનો ગ્રહ થતો હતો તેમ અહીં ક્યાંય જ જ ન થાય, કેમકે બધું જ પક્ષસ્વરૂપ છે, એટલે કે બધે ય સાધ્યનો સંદેહ છે. સપક્ષ તો આ
સાધ્યના નિશ્ચયવાળો હોય.) હવે આ રીતે ક્યાંય વ્યાતિગ્રહ જ ન થાય એટલે આ વ્યાપ્તિગ્રહરૂપ કારણ વિના અનુમિતિ પણ ન જ થાય. માટે આમ અનુમિતિનો પ્રતિબંધ જ થવાથી કેવલાવયિપલક આ હેતુ (અનુપસંહારી) હેત્વાભાસ બન્યો.
मुक्तावली : इदं तु न सम्यक्, पक्षकदेशे सहचारग्रहेऽपि क्षतेरभावात् । છે મુક્તાવલીઃ પ્રાચીનોનું અનુપસંહારીનું આ લક્ષણ મૂકીને નવ્યો તેનું ખંડન કરતાં જ જ કહે છે કે આ લક્ષણ બરોબર નથી. તે આ રીતે : છે ભલે સર્વમાં સાધ્યનો સંદેહ છે છતાં સર્વના જ એકદેશભૂત કોઈ એક ઘટમાં
અભિધેયત્વ-પ્રમેયત્વ સાધ્ય-હેતુની વ્યાપ્તિનો નિશ્ચય જરૂર થઈ શકે છે. અને તેથી ઘરોfધેય: પ્રમેયવાહૂ (તે ઘટ અભિધેય છે, પ્રમેય હોવાથી) એવી પક્ષકદેશ ઘટમાં બિર જ અનુમિતિ પણ થઈ શકે છે. આમ આ પક્ષના એકદેશમાં અનુમિતિ થઈ એટલે આ અનુપસંહારી દોષ વ્યાપ્તિ-જ્ઞાનનો પ્રતિબંધ કરવા દ્વારા પરંપરયા આ અનુમિતિનો છે વિરોધી બની શક્યો નહિ માટે આ અનુપસંહારી દોષ હેત્વાભાસ બની શકે નહિ. તે
मुक्तावली : अस्तु वा सहचाराग्रहः, तावताप्यज्ञानरूपासिद्धिरेव, न तु * हेत्वाभासत्वं तस्य, तथापि केवलान्वयिसाध्यकत्वं तत्त्वमित्युक्तम् ।
મુક્તાવલી: પ્રાચીન ? નહિ, પક્ષકદેશમાં પણ આવી અનુમિતિ એ વખતે થઈ શકે જ નહિ, કેમકે જ્યારે સર્વમાં સાધ્યસંદેહ છે ત્યારે સર્વાન્તર્ગત ઘટમાં પણ સાધ્યસંદેહ જ જ છે, એટલે તે વખતે તે ઘટમાં વ્યાપ્તિ(સહચાર)નો નિશ્ચય થઈ શકતો જ નથી. અને છે જયારે સહચારગ્રહ ન થાય ત્યારે પક્ષેકદેશમાં પણ અનુમિતિ ન જ થાય. છે નવ્યો: ભલે ત્યારે, અમે કબૂલ કરીશું કે સર્વેકદેશમાં પણ સહચારનો ગ્રહ ભલે હું ન થાય, પરન્તુ તો ય હેતુ એ હેત્વાભાસ તો નહિ જ બને, કેમકે ત્યાં તે વ્યક્તિને છે છે સહચાર(વ્યાપ્તિ)નો જે અગ્રહ (અજ્ઞાન) છે તેથી જ અનુમિતિનો પ્રતિબંધ થઈ જશે, જે છે. અર્થાત્ વ્યાપ્તિનો અગ્રહ એ જ સ્વરૂપ સત્ અનુમિતિ-પ્રતિબંધક બની જશે. આમ
0 0
ન્યાયસિદ્ધાન્નમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૧