________________
આકાશાદિમાં પણ નથી રહેતું. તેથી શબ્દત્વ હેતુ અસાધારણ દોષથી દુષ્ટ બને. જ્યારે શબ્દમાં અનિત્યત્વનો નિશ્ચય થઈ જાય ત્યારે શબ્દત્વ અસાધારણ દોષથી દુષ્ટ ન બને, પણ સદ્વેતુ બની જાય. આ પ્રાચીનોનો મત છે.
નવીનોએ તો માધ્યમમાનધિનો હેતુઃ એવું અસાધારણનું લક્ષણ કર્યું છે જે આપણે પૂર્વે જોઈ ગયા છીએ.
पृथ्वी नित्या गन्धवत्त्वात् ।
सपक्षः नित्यत्ववान् आकाशादिः ।
विपक्षः नित्यत्वाभाववान् जलादिः ।
સપક્ષ-વિપક્ષ બેયમાં હેતુ=ગંધ અવૃત્તિ છે માટે ગંધ હેતુ અસાધારણ-દોષદુષ્ટ
કહેવાય.
कारिकावली : तथैवानुपसंहारी केवलान्वयिपक्षकः ।
( पर्वतो वह्निमान् सत्त्वादिति तत्रादिमो भवेत् ॥ पृथ्वी नित्या गन्धवत्त्वादिति स्यादपरस्तथा । सर्वं तुच्छं प्रमेयत्वादिति तत्रान्तिमो भवेत् ॥ )
मुक्तावली : तथैवेति । केवलान्वयिपक्षक इति । केवलान्वयिधर्मावच्छिन्नपक्षक इत्यर्थः । सर्वमभिधेयं प्रमेयत्वादित्यादौ सर्वस्यैव पक्षत्वात् सामानाधिकरण्यग्रहस्थलान्तराभावान्नानुमितिः ।
મુક્તાવલી : અનુપસંહારી : પ્રાચીનોના મતે અનુપસંહારીનું આ લક્ષણ છે : केवलान्वयिपक्षको हेतुः ।
કેવલાન્વયિપક્ષક એટલે કેવલાન્વયિધર્માવચ્છિશપક્ષક એમ અર્થ કરવો. કેવલાન્વયિધર્માવચ્છિન્ન છે પક્ષ જેનો તે.
જે હેતુનો પક્ષ કેવલાન્વયી હોય તે હેતુ અનુપસંહારી કહેવાય.
सर्वं अभिधेयं प्रमेयत्वात् ।
સર્વત્વ ધર્મ સાતેય પદાર્થમાં મળે એટલે ક્યાંય સર્વત્વ ધર્મનો અભાવ ન મળે, માટે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૦૯)