________________
ઉત્તર : નહિ, એમ નહિ કહેવાય. ત્રણેયના ફળ જુદા છે માટે ત્રણેયને પૃથક્ હેત્વાભાસ માનવા જ જોઈએ. બાધ દોષનું જ્ઞાન અનુમિતિ-પ્રતિબંધક છે. વ્યભિચારનું જ્ઞાન વ્યાપ્તિજ્ઞાનનો પ્રતિબંધ કરે છે. સ્વરૂપાસિદ્ધિનું જ્ઞાન પરામર્શનો પ્રતિબંધ કરે છે. આમ ત્રણેયના ફળ જુદા છે, અર્થાત્ બાધ દોષનું પોતાનું સ્વતન્ત્ર ફળ છે માટે તેને જુદો હેત્વાભાસ માનવો જ જોઈએ.
પ્રશ્ન : પણ બાધનું જે અનુમિતિ-પ્રતિબંધરૂપ કાર્ય છે તે વ્યભિચારાદિથી થઈ જ જાય છે ને?
ઉત્તર : સારું, હવે તમને બરોબર સાબિત કરી આપશું કે બાધ દોષ માન્યા વિના ચાલે તેમ જ નથી.
‘અયોગોના ધૂમવત્ વજ્ઞે ' સ્થળે અનુમિતિનો જનક ઘૂમવ્યાવ્યવહ્લિમોનોલવન્ એવો શાબ્દ-પરામર્શ થયો. ત્યાર બાદ અહીં રહેલા વ્યભિચારનું જ્ઞાન તે વ્યક્તિને ન થયું અને ‘ધૂમામાવવદ્યોગોનમ્' એવું બાધ-જ્ઞાન જ થયું. હવે અહીં જે અનુમિતિપ્રતિબંધ થયો તે તો બાધ-જ્ઞાનથી જ થયો ને ? વહ્નિ હેતુ જે દુષ્ટ થયો તે પણ બાધ દોષથી જ દુષ્ટ થયો ને ?
એ જ રીતે દૂવો વદ્ધિમાન્ ધૂમાન્ અનુમિતિનો જનક વહ્નિવ્યાપ્યધૂમવાન્ દ્ભવઃ પરામર્શ છે. હવે અહીં વમાવવાન્ ૬ઃ એવું બાધ-જ્ઞાન જ થયું અને ઘૂમામાવવાન્ દ્ભવઃ સ્વરૂપાસિદ્ધિ હોવા છતાં તેનું જ્ઞાન ન થયું. તો અહીં કૂવો વહ્વિમાન્ એવી અનુમિતિનો જે પ્રતિબંધ થયો એ બાધ-જ્ઞાનથી જ થયો અને ધૂમ હેતુ દુષ્ટ બન્યો તે પણ બાધ-દોષથી જ દુષ્ટ બન્યો એમ માનવું જ પડશે, કેમકે બે ય સ્થળે વ્યભિચાર અથવા સ્વરૂપાસિદ્ધિ દોષ હોવા છતાં તેનું જ્ઞાન ન હોવાથી અને બાધનું જ જ્ઞાન હોવાથી તે બાધ-દોષને લીધે જ અનુમિતિ-પ્રતિબંધ થયો એમ માનવું જ પડે. આમ બાધ દોષ માન્યા વિના છૂટકો નથી.
मुक्तावली : एवं यत्रोत्पत्तिक्षणावच्छिन्ने घटादौ गन्धव्याप्यपृथिवीत्ववत्ताज्ञानं तत्र बाधस्यैव प्रतिबन्धकत्वं वाच्यम् । न च पक्षे घटे गन्धसत्त्वात् कथं बाध इति वाच्यम्, पक्षतावच्छेदकदेशकालावच्छेदेनानुमितेरनुभव
सिद्धत्वादिति ।
મુક્તાવલી : હવે એક બીજું એવું સ્થાન બતાવશું જ્યાં વ્યભિચારાદિ કોઈ દોષ નથી ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૧૦૪)