________________
********************** X X X
| द्रव्यपरिमाणजनकं यदि भवेत् तदा स्वसजातीयोत्कृष्टजनकमेव भवेत् । હવે પરમાણુ પરિમાણ પોતાના આશ્રયરૂપ પરમાણુથી ઉત્પન્ન થયેલા વ્યણુકમાં જો પરિમાણ ઉત્પન્ન કરે તો તે પરિમાણ સ્વસજાતીય-સ્વોત્કૃષ્ટ જ હોવું જોઈએ. (આરંભક કારણ)
=
પરમાણુ પરિમાણ એ અણુ પરિમાણ છે માટે વ્યણુકમાં પણ તત્સજાતીય અણુ પરિમાણ જ તેણે ઉત્પન્ન કરવું જોઈએ. આ વાત તો જાણે ઘટી જાય છે, કેમકે વ્યણૂકમાં પણ કોઈ મહત્ પરિમાણ નથી પણ અણુ પરિમાણ જ છે.
પણ પરમાણુ પરિમાણથી ઉત્પન્ન થતું દ્યણુક પરિમાણ એ પરમાણુ પરિમાણ કરતાં ઉત્કૃષ્ટ હોવું જોઈએ એ વાત ઘટતી નથી, કેમકે અણુનું ઉત્કૃષ્ટ તો અમ્રુતર પિ૨માણ થાય. (જેમ મહત્ત્નું ઉત્કૃષ્ટ મહત્તર થાય છે તેમ) હવે અણુતર એટલે તો વધારે અણુ, અર્થાત્ અણુ કરતાં ય અણુ. આમ જો થાય તો તે પરમાણુ પરિમાણ કરતાં વ્યણુકનું પરિમાણ વધારે નાનું થવાની આપત્તિ આવે. પણ વસ્તુસ્થિતિ તો તેવી નથી, કેમકે ૫૨માણુ પરિમાણ કરતાં વ્યણુક પરિમાણ તો ઉત્કૃષ્ટ = મોટું જ છે. માટે આ બીજો નિયમ અહીં લાગુ પડતો નથી. એટલે પરમાણુનું પરિમાણ એ વ્યણૂકના પરિમાણને ઉત્પન્ન કરીને તેનું કારણ બની શકે નહિ.
પરમાણુ પરિમાણથી વ્યણુક પરિમાણ પણ ઉપલક્ષણથી સમજી લેવાનું છે, કેમકે વ્યણૂક પરિમાણ પણ ઋણુક પરિમાણનું કારણ બની શકતું નથી, કેમકે વ્યણુક પરિમાણનું સજાતીય પરિમાણ ઋણુકમાં નથી. વ્યણુક પરિમાણ એ અણુ પરિમાણ છે જ્યારે ઋણુકમાં મહત્ પરિમાણ છે. જો વ્યણુક પરિમાણ વ્યણુકમાં પરિમાણ ઉત્પન્ન કરે તો સ્વસજાતીય અણુ પરિમાણ જ ઉત્પન્ન કરે. આમ તો બને નહિ, કેમકે તેમ થતાં ઋણુકનું અણુ પરિમાણ પણ ચતુરણુકના પરિમાણને ય અણુ જ ઉત્પન્ન કરે. યાવત્ કપાલ ઘટમાં પણ અણુ પરિમાણ જ ઉત્પન્ન થાય અને તેથી જગતમાત્રનું અપ્રત્યક્ષ થવાની આપત્તિ આવે. એટલે વ્યણૂક પરિમાણ એ ઋણુક પરિમાણનું કારણ નથી એમ નક્કી થયું.
ઋણુક પરિમાણ ચતુરણુક પરિમાણનું કારણ જરૂર બને છે, કેમકે ઋણુક પરિમાણ પોતાના સજાતીય અને ઉત્કૃષ્ટ એવા મહત્ પરિમાણને ચતુરણકમાં ઉત્પન્ન કરી શકે છે. આમ આગળ પણ સમજવું.
પ્રશ્ન ઃ જો અણુ પરિમાણ એ વ્યણુક પરિમાણને અને વ્યણુક પરિમાણ એ ઋણુક
અ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૭ (૧)