________________
FFFFFFFF**********
પરિમાણને ઉત્પન્ન ન કરતા હોય તો વ્યણુક પરિમાણ તથા ઋણુક પરિમાણને કોણ ઉત્પન્ન કરે ?
ઉત્તર : બે પરમાણુમાં રહેલી દ્વિત્વ સંખ્યાથી દ્યણુક પરિમાણ ઉત્પન્ન થાય છે અને ત્રણ વ્યણુકમાં રહેલી (ત્રણ વ્યણુકનો એક ઋણુક બને) ત્રિત્વ સંખ્યાથી ઋણુકમાં મહત્ પરિમાણ ઉત્પન્ન થાય છે એમ જ માનવું જોઈએ.
આમ એ વાત સ્થિર થઈ કે પારિમાંડલ્ય = અણુ પરિમાણ = પરમાણુનું પરિમાણ તથા વ્યણુકનું પરિમાણ એ કોઈ પ્રત્યે કારણ બનતા નથી.
मुक्तावली : एवं परममहत्परिमाणमतीन्द्रियसामान्यं विशेषाश्च बोध्या: इदमपि योगिप्रत्यक्षे विषयस्य न कारणत्वम् । ज्ञायमानं सामान्यं न प्रत्यासत्तिः । ज्ञायमानं लिङ्गं नानुमितिकरणमित्यभिप्रायेणोक्तम् ।
મુક્તાવલી : આગળ વધતાં મુક્તાવલીકાર કહે છે કે આ પારિમાંડલ્ય તો ઉપલક્ષણ છે, અર્થાત્ એકલું પારિમાંડલ્ય જ અકારણ છે એવું નથી પરન્તુ પરમમહરિમાણ, અતીન્દ્રિય સામાન્ય = પરમાણુત્વ, ગુરૂત્વત્વ (ગુરુત્વગુણનિષ્ઠજાતિ) તથા વિશેષ પણ અકારણ છે એમ સમજવું. આમ કુલ ચાર અકારણ બન્યા એટલે તે ચા૨ સિવાયના બધા ય પદાર્થોનું કારણત્વ સાધર્મ્ડ સ્થિર થયું.
પરમાણુ પરિમાણ', પરમમહત્ત્પરિમાણ, અતીન્દ્રિય સામાન્ય, વિશેષ'-આ ચાર પદાર્થ કેમ કોઈનું કારણ બનતા નથી તે જોઈએ. પણ તે જોવા માટે જગતના બીજા પદાર્થો કેમ કારણ બને છે તે વિચારવું જોઈએ.
જગતના પદાર્થો કારણ બને છે તેમાં ત્રણ મુખ્ય કારણ છે.
(૧) વસ્તુનું પ્રત્યક્ષ થવામાં વસ્તુ વિષયવિધયા કારણ બને. વસ્તુપ્રત્યક્ષે વસ્તુનઃ વિષયવિધયા રળત્વમ્ । (૨) વસ્તુનું પ્રત્યક્ષ થાય ત્યારે તે વસ્તુમાં રહેલું મહત્ પરિમાણ એ કારણ બને, કેમકે મહત્ પરિમાણ વિના વસ્તુનું પ્રત્યક્ષ થાય નહિ. (૩) વસ્તુનો નાશ થાય તો તે નાશ પ્રત્યે વસ્તુ કારણ બને. વસ્તુ વિના વસ્તુનો નાશ થઈ શકે નહિ. આ ત્રણ વાત પરમાણુ પરિમાણ આદિ ચારેયમાં યથાસંભવ લાગુ પડતી
નથી.
(૧) પરમાણુ પરિમાણ આદિ ચારેયનું આપણને પ્રત્યક્ષ થતું નથી માટે તેઓ વિષયવિધયા કારણ બની શકે નહિ.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૭ (૦૨)