________________
c
मुक्तावली : कालादिवारणाय विशेष्यदलम् । इन्द्रियावयवविषयसंयोगस्यापि प्राचां मते प्रत्यक्षजनकत्वादिन्द्रियावयववारणाय, नवीनमते कालादौ | रूपाभावप्रत्यक्षे सन्निकर्षघटकतया कारणीभूतचक्षुःसंयोगाश्रयस्य कालादेश्च वारणाय मनःपदम् ।
મુક્તાવલીઃ હવે જો ‘શદ્રોહૂતવિશેષTUTનાશ્રયવં દ્િવ' એટલું જ કહે, અર્થાત “જ્ઞાનકારણમનઃસંયોગાશ્રયત્ન’ રૂપ વિશેષ્યદલનો લક્ષણમાં નિવેશ ન કરે તો ઈન્દ્રિયનું આ લક્ષણ કાલાદિમાં અતિવ્યાપ્ત થઈ જાય, કેમકે કાલાદિ પણ શબ્દતરોભૂત વિશેષ ગુણ રૂપાદિના અનાશ્રય છે જ. વિશેષ્યદલના નિવેશથી આ અતિવ્યાપ્તિ નહિ | આવે, કેમકે જ્ઞાનકારણમનઃસંયોગના આશ્રયરૂપ કાલાદિ નથી.
- હવે “મન” પદ ન મૂકે તો શું થાય ? તે વાત મુક્તાવલીકાર કહે છે. અહીં છે. પ્રાચીનોના મતે “મન પદના અનિવેશથી આવતી આપત્તિ અને નવીનોના મતે આવતી
| આપત્તિ - એમ બે આપત્તિ આવે છે. છે. પ્રાચીન ઈન્દ્રિયને જેમ પ્રત્યક્ષ(જ્ઞાન)જનક માને છે તેમ ઈન્દ્રિયાવયવોને પણ | જ્ઞાનજનક માને છે, અર્થાત્ ઈન્દ્રિયવયવો વિષયસંયોગ દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન ઉત્પન્ન કરે છે એવી પણ તેમની માન્યતા છે. (નવીનો આમ માનતા નથી.) એટલે હવે જો ‘મન’ ! પદનો નિવેશ ન કરે અને “જ્ઞાનકારણસંયોગાશ્રયત્વ' એટલું જ વિશેષ્યદલ લે તો ? ઈન્દ્રિયાવયવ પણ જ્ઞાનકારણસંયોગ = ઈન્દ્રિયાવયવવિષયસંયોગનો આશ્રય છે જ. | એટલે આ રીતે ઈન્દ્રિયાવયવમાં લક્ષણની અતિવ્યાપ્તિ થઈ જાય. (ઈન્દ્રિયાવયવ એ કંઈ ઈન્દ્રિય નથી.) “મન' પદના નિવેશથી આ અતિવ્યાપ્તિ દૂર થઈ જાય છે. જ્ઞાનકારણીભૂત જે મન, તેનો સંયોગ તો ઈન્દ્રિય સાથે છે, અવયવો સાથે નહિ. માટે તે ઈન્દ્રિયાવયવો જ્ઞાનકારણભૂત મનઃસંયોગનો આશ્રય નથી જ.
નવીન-મતે “મન” પદના અનિવેશથી કાલાદિમાં લક્ષણની અતિવ્યાપ્તિ થઈ જાય છે. કાલમાં રૂપ રહેતું નથી એટલે કાલમાં રૂપાભાવનું પ્રત્યક્ષ થઈ શકે છે. હવે તો રૂપમાવવાન્ એવા કાલમાં રૂપાભાવના પ્રત્યક્ષની વિચારણા કરીએ તો ત્યાં ચક્ષુ સંયુક્ત કાલ છે, તેમાં વિશેષણ રૂપાભાવ છે એટલે રૂપાભાવમાં વિશેષણતા રહી.
owboscosbustadtordowoodoodoodbodoodowdawdawdoostxstostarosta obwordt doodoodsto dostosowascostosowodowa
વ્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૪)
SEP