________________
* * * * * * * * ******************
આમ ચક્ષુઃસંયુક્તવિશેષણતાસંનિકર્ષથી કાલમાં રૂપાભાવનું પ્રત્યક્ષ થાય. આ સંનિકર્ષમાં ઘટકતયા ચક્ષુઃસંયોગ છે. એ ચક્ષુઃસંયોગ કાલ સાથે છે માટે એ ચક્ષુઃસંયોગનો આશ્રય કાલ બન્યો. આમ જાતો રૂપામાવવાન્ એવા જ્ઞાનમાં કારણીભૂત જે ચક્ષુઃસંયોગ, તેનો આશ્રય કાલ બની જતાં લક્ષણનું વિશેષ્યદલ કાલમાં ગયું અને સત્યન્ત દલ તો કાલમાં જાય છે જ, એટલે લક્ષણની અતિવ્યાપ્તિ થઈ. ‘મન’ પદના નિવેશથી આ અતિવ્યાપ્તિ દૂર થઈ જાય છે, કેમકે કાલ એ જ્ઞાનકારણચક્ષુઃસંયોગનો આશ્રય હોવા છતાં જ્ઞાનકારણ જે મન, તેના સંયોગનો આશ્રય તો નથી જ. મનનો સંયોગ તો આત્મા સાથે છે.
मुक्तावली : ज्ञानकारणमित्यपि तद्वारणाय । करणमिति । असाधारणं कारणं करणम् । असाधारणत्वं व्यापारवत्त्वम् ॥
મુક્તાવલી : હવે જો જ્ઞાનકારણ પદનો નિવેશ ન કરે તો ફરી કાલમાં જ લક્ષણની અતિવ્યાપ્તિ આવે, કેમકે હવે ‘મનઃસંયોગાશ્રયત્વ' એટલું જ વિશેષ્યદલ રહ્યું. કાલ એ મનઃસંયોગનો તો આશ્રય છે જ, કેમકે કાલ વિભુ છે અને સત્યન્ત દલ તો કાલમાં જાય છે જ. એટલે લક્ષણની અતિવ્યાપ્તિ આવી. હવે જ્ઞાનકારણીભૂત એવા મનઃસંયોગનો આશ્રય કહ્યો એટલે આ અતિવ્યાપ્તિ નહિ આવે, કેમકે કાલ એ મનઃસંયોગનો આશ્રય હોવા છતાં જ્ઞાનમાં કારણીભૂત મનઃસંયોગનો તો તે આશ્રય નથી જ. જ્ઞાનકારણીભૂત મનઃસંયોગ તે આત્મમનઃસંયોગ છે, તેનો આશ્રય તો મન અને આત્મા જ છે. આમ હવે લક્ષણની અતિવ્યાપ્તિ આવતી નથી.
અસાધારણ કારણને કરણ કહેવાય છે. જે કારણ વ્યાપારવત્ હોય તે કારણ અસાધારણ કહેવાય છે. પ્રત્યક્ષ કાર્ય પ્રત્યે ઇન્દ્રિયરૂપ કારણને કરણ કહેવાય, કેમકે ઈન્દ્રિય એ સંનિકર્ષ દ્વારા પ્રત્યક્ષ કાર્ય કરે છે, માટે સંનિકર્ષ એ વ્યાપાર થયો. આ વ્યાપારવાળું ઈન્દ્રિય-કારણ છે. માટે તે અસાધારણ કારણ કહેવાય અને તેથી તે કરણ કહેવાય.
સંનિકર્ષ એ કારણ જ કહેવાય પણ કરણ ન કહેવાય, કેમકે સંનિકર્ષ પોતે જ વ્યાપાર છે, એનો વળી કોઈ વ્યાપાર નથી. જો તેમ હોત તો તે વ્યાપારવત્ બનીને અસાધારણ કારણ બનત. તેથી તેને પણ કરણ કહેવાત. પણ તેવું નથી.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૭ (૨૪૫)