________________
= = == ========
= == ==== = ==== starsarsaxsustustusastxstosoxsxsaxtoxstesoxsxsxstoestesoxxxstoxoxoxoxosouth
વસ્તુતઃ જ્ઞાન સામાન્ય પ્રત્યે તમનઃસંયોગ પણ કારણ નથી અને ચર્મમનઃસંયોગ પણ કારણ નથી કિન્તુ આત્મનઃસંયોગ કારણ છે. સુષુપ્તિમાં મન પુરીતતિ નાડીમાં જતું રહે છે એટલે ત્યાં આત્મમનઃસંયોગનો અભાવ હોવાથી જ્ઞાનસામાન્યનો અભાવ | છે. અને ચાક્ષુષપ્રત્યક્ષ કાળે સ્પાર્શનપ્રત્યક્ષની પણ આપત્તિ આવે તેમ નથી, કેમકે તે
વખતે ચાક્ષુષપ્રત્યક્ષની વિશેષ સામગ્રી ચક્ષુમનઃસંયોગ જ છે પણ સ્પાર્શનપ્રત્યક્ષની | વિશેષ સામગ્રી તમનઃસંયોગ ત્યાં નથી. | कारिकावली : मनोग्राह्यं सुखं दुःखमिच्छा द्वेषो मतिः कृतिः ॥५७॥ मुक्तावली : मनोग्राह्यमिति । मनोजन्यप्रत्यक्षविषय इत्यर्थः । मदिर्ज्ञानम् । कृतिः प्रयत्नः । एवं सुखत्वदुःखत्वादिकमपि मनोग्राह्यम् । एवमात्माऽपि मनोग्राह्यः, किन्तु 'मनोमात्रस्य गोचर' इत्यनेन पूर्वमुक्तत्वादत्र नोक्तः ॥
મુક્તાવલી : (૬) મન-ઈન્દ્રિય : વિષય ઃ સુખાદિ (તથા આત્મા)
મુક્તાવલીકારે મનથી ગ્રાહ્ય સુખાદિને કહ્યા પણ આત્માને નથી કહ્યો એ શંકાનું સમાધાન કરતાં તેઓ કહે છે કે આત્મા મનમાત્રથી ગ્રાહ્ય છે. આ વાત પ૦મી કારિકામાં કહેવાઈ ગઈ છે માટે પુનરુક્તિના ભયથી અહીં ફરી કરેલ નથી. कारिकावली : ज्ञानं यनिर्विकल्पाख्यं तदतीन्द्रियमिष्यते । मुक्तावली : चक्षुःसंयोगाद्यनन्तरं 'घट' इत्याकारकं घटत्वादिविशिष्टं ज्ञानं न सम्भवति, पूर्वं विशेषणस्य घटत्वादेर्शानाभावात्, विशिष्टबुद्धौ विशेषणज्ञानस्य कारणत्वात् । - મુક્તાવલી : હવે મુક્તાવલીકાર જે ચર્ચા ઉપાડે છે તે આખી ચર્ચા “નિર્વિકલ્પક જ્ઞાન અતીન્દ્રિય છે' એ સિદ્ધાન્તને સ્થિર કરવાની દષ્ટિએ કરેલી છે. | જ્ઞાન બે જાતના છે : નિર્વિકલ્પક અને સવિકલ્પક. એમાં નિર્વિકલ્પક જ્ઞાનનું જ્ઞાન થઈ શકતું નથી પણ સવિકલ્પક જ્ઞાનનું જ્ઞાન થઈ શકે છે, અર્થાત નિર્વિકલ્પક જ્ઞાનનું જ્ઞાન એટલે નિર્વિકલ્પક જ્ઞાનનું પ્રત્યક્ષ થઈ શકતું નથી, કિન્તુ સવિકલ્પક જ્ઞાનનું પ્રત્યક્ષ થઈ શકે છે. જ્ઞાનનું પ્રત્યક્ષ (જ્ઞાન) એનું નામ અનુવ્યવસાય જ્ઞાન, એટલે કે નિર્વિકલ્પક
*
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૩૫)