________________
* * * * * * * * X X X X X X
આત્મપ્રત્યક્ષની વિશેષ સામગ્રી (અયં ઘટ: ઇત્યાકારક જ્ઞાન રૂપ) ત્યાં હોવા છતાં જ્ઞાનસામાન્યની જે ત્વમનઃસંયોગરૂપ સામગ્રી છે તે ત્યાં ન હોવાથી ‘અહં જ્ઞાની’ ઇત્યાકારક આત્મપ્રત્યક્ષ થવાની આપત્તિ આવતી નથી.
પ્રશ્ન : સુષુપ્તિની અવ્યવહિત પૂર્વક્ષણમાં જે અર્થ ઘટઃ ઇત્યાદિ જ્ઞાન થાય છે તે અતીન્દ્રિય છે એમ કહીશું. એટલે હવે તેનાથી સુષુપ્તિકાળમાં આત્માનું માનસપ્રત્યક્ષ થવાની આપત્તિ નહિ આવે.
નૈયાયિક : સુષુપ્તિપ્રામ્કાલીન જ્ઞાન અતીન્દ્રિય છે એવી વાતમાં કોઈ પ્રમાણ નથી. પ્રશ્ન : સુષુપ્તિની અવ્યવહિત પૂર્વક્ષણમાં જે જ્ઞાન થાય તે નિર્વિકલ્પક જ જ્ઞાન થાય પરન્તુ અર્થ ઘટઃ ઇત્યાદિ સવિકલ્પક જ્ઞાન થાય જ નહિ. હવે નિર્વિકલ્પક જ્ઞાન તો અતીન્દ્રિય છે, એટલે તેનાથી સુષુપ્તિકાળમાં આત્મામાં માનસપ્રત્યક્ષ થવાની આપત્તિ પણ આવશે જ નહિ.
નૈયાયિક : સુષુપ્તિપ્રાકાળનું જ્ઞાન નિર્વિકલ્પક જ હોય એ બાબતમાં ય કોઈ પ્રમાણ નથી. એટલે સુષુપ્તિમાં ત્વમનઃસંયોગાભાવને લીધે જ્ઞાનસામાન્યાભાવ છે. માટે જ્ઞાનસામાન્ય પ્રત્યે ત્વમનઃસંયોગને જ કારણ માનવું જોઈએ એ વાત સ્થિર થઈ જાય છે.
मुक्तावली : अथ ज्ञानमात्रे त्वड्मनः संयोगस्य यदि कारणत्वं तदा रासनचाक्षुषादिप्रत्यक्षकाले त्वाचप्रत्यक्षं स्यात्, विषयत्वक्संयोगस्य त्वड्मनः संयोगस्य च सत्त्वात्, परस्परप्रतिबन्धादेकमपि वा न स्यादिति ।
મુક્તાવલી : પ્રશ્ન : તમારું કહેવું એ જ થાય છે કે જ્ઞાનસામાન્ય પ્રત્યે ત્વમનઃસંયોગ કારણ છે. તો સાંભળો; એક ભારે આપત્તિ આવે છે. જ્યારે રસના અને આમ્રનો મધુ૨૨સસંયોગ થાય છે ત્યારે આમ્રનો ત્વગિન્દ્રિય સાથે પણ સંયોગ થાય જ છે. હવે ૨સનાથી મધુરરસનું પ્રત્યક્ષ કરવા માટેની વિશેષ સામગ્રી રસનામનઃસંયોગ છે અને સામાન્ય સામગ્રી ત્વડ્મનઃસંયોગ પણ હાજર છે.
વળી બીજી બાજુ આમ્રનો ત્વગિન્દ્રિય સાથે સંયોગ થતાં જે આમ્રના સ્પર્શનું ત્વાચપ્રત્યક્ષ થાય તેની જે વિશેષ સામગ્રી કે સામાન્ય સામગ્રી ત્વડ્મનઃસંયોગ છે તે પણ હાજર છે. તો હવે આમ્રના રસનું રાસન પ્રત્યક્ષ અને આમ્રનું ત્વાચપ્રત્યક્ષ-એમ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ (૨૩૨)