________________
હ
a s s = = kubwodowo w dow
=
= === == = == ===
== = == o stadshadowshowcasessocosto
મુક્તાવલી : વળી વ્યાપ્તિજ્ઞાનરૂપ સામગ્રીવિશેષના અભાવને લીધે ત્યાં અનુમિતિ નહિ થાય, સાદૃશ્યજ્ઞાનરૂપ સામગ્રીવિશેષના અભાવને લીધે ત્યાં ઉપમિતિ જ્ઞાન પણ થઈ શકશે નહિ અને પદજ્ઞાનરૂપ સામગ્રીવિશેષના અભાવને લીધે ત્યાં શાબ્દબોધ પણ થઈ શકે તેમ નથી. આમ તે તે સામગ્રીવિશેષના અભાવને લીધે જ કોઈપણ પ્રકારની અનુભૂતિ ત્યાં સંભવિત નથી. વળી ત્યાં ઉદ્ધોધકરૂપ સામગ્રી નથી એટલે સ્મૃતિજ્ઞાન પણ સંભવિત નથી.
આમ તે તે સામગ્રી વિશેષના અભાવને લીધે જ તે તે જ્ઞાનવિશેષનો પણ અભાવ ત્યાં મળે છે. હવે જયાં યાવર્ડ્સામગ્રીવિશેષના અભાવને લીધે યાવજ્ઞાનવિશેષનો | અભાવ છે ત્યાં જ્ઞાનસામાન્યનો પણ અભાવ થઈ જ ગયો.
આમ સુષુપ્તિમાં જન્યજ્ઞાન સામાન્યનો અભાવ કેમ છે ? તેનો ઉત્તર એ જ છે | કે ત્યાં યાવદ્યામગ્રીવિશેષનો અભાવ છે માટે જન્યજ્ઞાનસામાન્યનો અભાવ છે. હવે અહીં “ત્વમ્નઃસંયોગના અભાવને લીધે જ્ઞાનસામાન્યનો અભાવ છે' એવું કહેવાની જરૂર જ ક્યાં છે ? मुक्तावली : मैवम् । सुषुप्तिप्राक्कालोत्पन्नेच्छादिव्यक्तेस्तत्सम्बन्धेनात्मनश्च प्रत्यक्षत्वप्रसङ्गात्, तदतीन्द्रियत्वे मानाभावात्, सुषुप्तिप्राक्काले | निर्विकल्पकमेव नियमेन जायत इत्यत्रापि प्रमाणाभावात् ।
મુક્તાવલી : નૈયાયિક : જો તે તે બધી સામગ્રીવિશેષના અભાવને લીધે જ સુષુપ્તિમાં જ્ઞાનસામાન્યનો અભાવ તમે કહેશો તો એક મોટી આપત્તિ આવશે. | સુષુપ્તિકાળની આદ્ય ક્ષણની અવ્યવહિત પૂર્વેક્ષણમાં (સ્વપ્નાવસ્થાની અંતિમ ક્ષણમાં) જે મયં વદ: ઇત્યાદિ જ્ઞાન ઉત્પન્ન થાય તેની સુષુપ્તિની પ્રથમ ક્ષણ એ સ્થિતિક્ષણ બને. હવે આ જ્ઞાન-વ્યક્તિ એ આત્માના પ્રત્યક્ષમાં કારણભૂત વિશેષ સામગ્રી છે, એટલે | સુષુપ્તિની દ્વિતીય ક્ષણે આ સામગ્રીથી “મહં જ્ઞાની' ઇત્યાકારક આત્મપ્રત્યક્ષ થઈ જવું | જોઈએ.
હવે અમે તો જ્ઞાનસામાન્ય પ્રત્યે તમનઃસંયોગને કારણે માનીએ છીએ. એટલે સ્વપ્નાવસ્થાની અંતિમ ક્ષણ સુધી તો ત્વક્સનઃસંયોગ હતો પરન્તુ સુષુપ્તિની પ્રથમ ક્ષણે તો મન પુરીતતિ નાડીમાં ચાલ્યું ગયું છે એટલે ત્યાં ત્વક્સનઃસંયોગ નથી. એટલે
“来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来
બ
જ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨: