________________
XXXX
* * * * * * * * * * *
કારણની શોધ કરવા જતાં એમ લાગ્યું કે સુષુપ્તિકાળમાં મન પુરીતિ નાડીમાં ચાલી ગયું એટલે તે મનનો ગિન્દ્રિય સાથે સંયોગ ન રહ્યો. આમ ત્વડ્મનઃસંયોગનો અભાવ થઈ જવાથી ત્યાં જ્ઞાનાભાવ છે એમ નક્કી થયું.
આ ઉપરથી એમ પણ નક્કી થાય છે કે જો ત્વમનઃસંયોગ હોય તો જ જ્ઞાન થાય. આમ જ્ઞાનસામાન્ય પ્રત્યે ત્વડ્મનઃસંયોગની કારણતા સિદ્ધ થાય છે.
मुक्तावली : ननु सुषुप्तिकाले किं ज्ञानं भविष्यति ? अनुभवरूपं स्मरणरूपं वा ? नाऽऽद्यः, अनुभवसाम्ग्र्यभावात् । तथाहि - प्रत्यक्षे चक्षुरादिना मन:संयोगस्य हेतुत्वात्तदभावादेव न चाक्षुषादिप्रत्यक्षम् । ज्ञानादेरभावादेव न मानसं प्रत्यक्षं, ज्ञानाद्यभावे च आत्मनोऽपि न प्रत्यक्षमिति ।
મુક્તાવલી : પ્રશ્ન : સુષુપ્તિમાં જ્ઞાનસામાન્યની અનુભૂતિ છે તે કંઈ ત્વમનઃસંયોગના અભાવને લીધે છે તે વાત બરોબર નથી. જ્યાં તે તે બધા જ્ઞાનવિશેષનો અભાવ હોય ત્યાં જ્ઞાનસામાન્યનો અભાવ હોય જ. હવે સુષુપ્તિમાં તે તે બધા જ્ઞાનવિશેષનો અભાવ છે, કેમકે તે તે દરેક જ્ઞાનવિશેષની જે સામગ્રી છે તે બધી ત્યાં નથી. તે આ રીતે :
જ્ઞાન બે જાતના છે : (૧) અનુભૂતિરૂપ અને (૨) સ્મૃતિરૂપ. અનુભૂતિ પણ પ્રત્યક્ષાદિ ચાર પ્રકારની છે. હવે જુઓ, સુષુપ્તિકાળમાં ચાક્ષુષપ્રત્યક્ષ ન થાય, કેમકે ચક્ષુમનઃસંયોગરૂપ તેની સામગ્રી હાજર નથી. ત્વાચપ્રત્યક્ષ ન થાય, કેમકે ત્વમનઃસંયોગરૂપ તેની વિશેષ સામગ્રી હાજર નથી. એમ રાસનાદિ પ્રત્યક્ષો પણ ન થાય, કેમકે રસનામનઃસંયોગાદિરૂપ તેમની તે તે સામગ્રીવિશેષ હાજર નથી. આ રીતે સુષુપ્તિમાં કોઈપણ બાહ્ય પ્રત્યક્ષ તો નહિ જ થાય. વળી આત્માનું કે આત્માના જ્ઞાનાદિ ગુણોનું માનસપ્રત્યક્ષ પણ ત્યાં નહિ થાય, કેમકે સુષુપ્તિમાં કોઈ જ્ઞાન જ નથી.
આમ બાહ્ય કે માનસ એકેય જાતનું પ્રત્યક્ષ સુષુપ્તિમાં થઈ શકે તેમ નથી. मुक्तावली : एवं व्याप्तिज्ञानाभावादेव नानुमितिः, सादृश्यज्ञानाभावान्नोपमिति:, पदज्ञानाभावान्न शाब्दबोधः । इत्यनुभवसाम्यभावान्नानुभवः । | उद्बोधकाभावाच्च न स्मरणम् ।
જ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ (૨૩૦)