________________
****************************
વચ્ચેના ભેદનો અગ્રહ કરે છે તે પણ જોયું. હવે બુદ્ધિમાં પુરૂષ એકાકાર બનેલો છે અને એ બુદ્ધિમાં જ જ્ઞાન છે, એટલે આ જ્ઞાનનો પુરૂષ સાથે સંબંધ થઈ જાય છે, અર્થાત્ બુદ્ધિથી પોતાને અભિન્ન જોતો પુરૂષ બુદ્ધિના જ્ઞાનને પોતાનામાં માની લે છે. આ જ્ઞાન સાથેનો પુરૂષનો સંબંધ વાસ્તવિક તો નથી જ. બસ, આ જ્ઞાન સાથેનો પુરૂષનો જે સંબંધ તેને જ સાંખ્યો ‘ઉપલબ્ધિ' કહે છે. જેમ દર્પણની ઉપર મલિનતા છાઈ ગઈ હોય તો તે દર્પણમાં કોઈ પોતાનું સ્વચ્છ મોં જુએ તો પણ તેને મોં પર મલિનતા જ દેખાય. વસ્તુતઃ મોં ઉપર મલિનતા છે જ નહિ છતાં દેખાય છે માટે તે અવાસ્તવિક છે તેમ પુરૂષનો જ્ઞાન સાથેનો સંબંધ (ઉપલબ્ધિ) પણ અવાસ્તવિક છે.
આમ, ટૂંકમાં આ પ્રક્રિયા આ રીતે સમજાવી શકાય : (૧) બુદ્ધિ વિષયાકાર પરિણતિવાળી
જ્ઞાનરૂપ બને છે.
=
(૨) બુદ્ધિ સાથે પુરૂષનો સંબંધ થાય છે.
(૩) તેની સાથે અહંકાર જોડાય છે.
(૪) ઘટાદિ જ્ઞાનનો પુરૂષ સાથે સંબંધ (ઉપલબ્ધિ) થાય છે એટલે પુરૂષને એમ લાગે છે કે, ‘શ્વેતોડ્યું ઘટનુપત્નમે હવે જ્ઞાન એ બુદ્ધિનો ધર્મ પણ બુદ્ધિના જ ધર્મો છે, કેમકે આ
।'
તેથી સુખ, દુ:ખ, ઈચ્છા, દ્વેષ, ધર્મ, અધર્મ આદિ બધા ધર્મો કૃતિની સાથે જ રહેનારા છે એવી પ્રતીતિ
થાય છે.
બુદ્ધિ જ ઘટજ્ઞાનવાળી છે માટે બુદ્ધિ જ ઘટની કૃતિવાળી છે. જ્યાં ઘટનું જ્ઞાન હોય ત્યાં જ ઘટની ઈચ્છા હોય અને ત્યાં જ ઘટની કૃતિ હોય. અને જ્યાં કૃતિ હોય ત્યાં જ સુખાદિ હોય. એટલે પુરૂષમાં નથી તો જ્ઞાન કે નથી કૃતિ કે નથી સુખાદિ. તેનામાં તો માત્ર ચૈતન્ય છે.
પ્રશ્ન : તો પછી પુરૂષમાં ચૈતન્ય પણ શા માટે માનવું ? બુદ્ધિમાં જ ચૈતન્યને પણ માની લો ને ?
ઉત્તર : બુદ્ધિઃ ન ચેતના, પરિળામિત્વાત્ ધટાવિત્ । બુદ્ધિ એ પરિણામી છે માટે તેનામાં ચૈતન્ય હોઈ શકે નહિ, કેમકે ચૈતન્ય તો અજર, અમર, અવ્યય, અપરાવર્તમાન = અપરિણામી છે.
मुक्तावली : कृत्यदृष्टभोगानामिव चैतन्यस्यापि सामानाधिकरण्यप्रतीतेः,
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૭ (૨૦૭)