________________
Shassas d
arbas basescasosdostosoccorso assessoratoh
થાય છે.
પ્રશ્નઃ વેદમાં ‘સત્ય જ્ઞાનનાં બ્રા' કહીને બ્રહ્મસ્વરૂપ આત્માને જ્ઞાનસ્વરૂપ તો કહ્યો છે ?
જવાબઃ એ બ્રહ્મસ્વરૂપ ઈશ્વરાત્માને લઈને કહ્યું છે, જીવાત્માને ઉદ્દેશીને આ વાક્ય સમજવાનું નથી. - જો શુદ્ધ બ્રહ્મ જ સત્ હોય અને બીજું બધું કાલ્પનિક-અસતું હોય તો હું જ્ઞાની,. અજ્ઞાની, સુખી, દુઃખી, પિતા, પુત્ર, ગુરૂ, શિષ્ય વગેરે જે ભેદ દેખાય છે તે શી રીતે | બને ? અસમાં વળી ભેદ શું?
ઈશ્વર પોતે સુખી-દુઃખી નથી તો પછી સુખી-દુ:ખી જીવાત્મા સાથે તેનો અભેદ શી | રીતે ? અગ્નિ-પાણી વચ્ચે અભેદ ન હોય, કેમકે વિભિન્ન ધર્મવાળી વસ્તુમાં અભેદ ન ? હોઈ શકે.
જો પાણીથી અભિન્ન બ્રહ્મ છે અને બ્રહ્મથી અભિન્ન અગ્નિ છે તો પાણીથી | અભિન્ન અગ્નિ બની જશે. તમન્નમસ્થ તમન્નત્યનિયમાન્ |
ન્યાય-મતે યદ્યપિ પાણી અને અગ્નિ બે ય સત્ છે તથાપિ પાણી અને અગ્નિ અભિન્ન બની જવાની આપત્તિ નથી, કેમકે સત્ = સત્તાનાતિમાન્ ! આમ સત્તા જાતિ એક થઈ તેથી કાંઈ સત્તાના આધાર એક ન થઈ જાય. જ્યારે તમને તો એક શુદ્ધ બ્રહ્મના જ પાણી, અગ્નિ વગેરે જુદા જુદા રૂપકો માન્ય છે. એટલે પાણી, અગ્નિ વગેરેનો અભેદ | થઈ જવાની આપત્તિ દુર્વાર છે.
બંધ-મોક્ષ વ્યવસ્થા-અનુપપત્તિઃ
(૧) ઈશ્વરાત્મા સાથે જો જીવાત્માનો ભેદ માનવામાં ન આવે તો ઈશ્વરાત્મા એ મુક્ત છે માટે જીવાત્મા પણ મુક્ત સિદ્ધ થઈ જશે, કેમકે ઈશ્વરાત્મા અને જીવાત્મા એક જ છે તો પછી હવે બંધાવાનું કોણ ?
(૨) એક કસાઈનો આત્મા અને એક દયાળુ આત્મા એ બે જુદા નહિ કહેવાય, | કેમકે તેઓ બ્રહ્મસ્વરૂપ છે.
જીવાત્માઓ તત્ તત્ અંતઃકરણાવચ્છિન્ન છે. એમાંથી યદુ અન્તઃકરણાવચ્છિન્ન જીવાત્મા “તત્ત્વમ્ સિ' ઇત્યાદિ વાક્યોથી તત્ત્વજ્ઞાન કરે તે મુક્ત થાય. પણ અન્ય અંતઃકરણાવચ્છિન્ન જીવાત્મા તો બદ્ધ જ છે. તો પૂરેપૂરી મુક્તિ તો થઈ જ ન કહેવાય.
શરીરના અવયવ હાથ, પગ, મસ્તક વગેરે બાંધેલા હોય, તેમાંથી એક હાથ છૂટો
TETચાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૯૮) દESS