________________
X X X X X X X X X X X X
X X X X X X X X X X X X
અંતઃકરણમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે. એને લીધે જ અંતઃકરણ પોતાને જ્ઞાતા, ભોક્તા, સુખી, દુ:ખી વગેરે માનવા કલ્પના કરે છે. સઘળા અંતઃકરણમાં ચૈતન્ય ઓતપ્રોત હોય છે, અર્થાત્ અનુચૂત હોય છે, એવું ચૈતન્ય જ વિશ્વના જુદા જુદા ભાવોનો અનુભવ કરે છે. પણ આ અનુભવગમ્ય બધા ય પદાર્થો ભ્રાન્ત છે. અવિદ્યાના કારણે જ આવો ભ્રાન્ત અનુભવ થાય છે. અવિદ્યા પણ સત્ નથી, કેમકે તેનું સ્વરૂપ સતત ફર્યા જ કરે છે. ભાવાવ્યય નિત્ય એ જ સત્ કહેવાય છે.
આમ વેદાન્તીઓએ સત્નો નિત્યાંશ પકડ્યો અને નિત્યને સત્ કહ્યું. જ્યારે જૈનો ‘ઉત્પાદવ્યય’ અંશને પણ સત્તા અંશ ગણીને ‘ઉત્પાદ્દવ્યયધ્રૌવ્યયુń સત્' એમ કહે છે. જેમ સ્વપ્નમાં કાંઈક દેખાવા છતાં વસ્તુતઃ કાંઈ નથી, અર્થાત્ બધું અસત્ છે તેમ સત્ની છાયાને લીધે ઘટ-પટાદિ અસત્ પણ સત્વત્ ભાસે છે. અવિદ્યાના આવરણને લીધે જ આવું બધું બને છે.
પ્રશ્ન : અવિદ્યાનું આવરણ શા માટે માનવું પડે છે ?
:
ઉત્તર ઃ વિચિત્ર કાર્યો દેખાય છે તે ઉપરથી કારણની શક્તિ કલ્પાય છે. અવિદ્યાની બે શક્તિ છે : (૧) પોતાના શુદ્ધ સ્વરૂપને ભુલાવવાની અને (૨) અસત્ ઘટાદિનું સત્ રૂપે ભાન કરાવવાની. હું એટલે મનુષ્ય સુખી, દુ:ખી, જ્ઞાની, અજ્ઞાની ઇત્યાદિ કલ્પનાઓ આ અવિદ્યાને લીધે થાય છે.
અદ્વૈતવાદનું ખંડન : નૈયાયિક : ઉપરોક્ત જણાવેલી વેદાન્તીની જે માન્યતા છે તે બરોબર નથી, કેમકે આત્મા બ્રહ્મરૂપ હોય તો તેનો કોઈ ધર્મ કે વિષય છે જ નહિ, કેમકે બ્રહ્મનું સ્વરૂપ નિર્ગુણ કે નિર્ધર્મક વગેરે માન્યું છે, તેથી આત્મા સવિષયક નથી. જે જ્ઞાન હોય તે નિર્વિષયક હોય નહિ. જે વંધ્યા હોય તેનામાં માતૃત્વ હોય નહિ. જો માતૃત્વ હોય તો ત્યાં વંધ્યાત્વ ન હોય. તેમ જ્ઞાન હોય તો તેમાં વિષયત્વ હોય. જો સવિષયત્વ ન હોય તો ત્યાં જ્ઞાનત્વ હોય જ નહિ, અર્થાત્ તે જ્ઞાન કહેવાય જ નહિ. પરમ બ્રહ્મમાં વિષય નથી માટે તેમાં જ્ઞાનત્વ રહે નહિ.
વળી આત્માનો સવિષયકપણે અનુભવ પણ નથી, કેમકે અઠું પવિષયઃ ઇત્યાદિ આત્માનો અનુભવ થતો નથી. ‘અસ્વત્' પદ વાચ્ય આત્મા સવિષયક નથી, અર્થાત્ અમત્ પદ વાચ્ય આત્માનો સવિષયકત્વન અનુભવ નથી. જો આત્મા નિત્ય વિજ્ઞાનરૂપ હોત તો તેનો આ રીતે સવિષયકÒન અનુભવ થાત, પણ તેમ બનતું નથી. માટે આત્મા નિત્ય વિજ્ઞાનરૂપે સિદ્ધ થતો નથી પરંતુ જ્ઞાનાદિથી ભિન્ન નિત્ય આત્મા સિદ્ધ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૭ (૧૯)