________________
આવરણ લાગ્યા છે, તેથી તે ઘેટાંના ટોળામાં ઘણા વખત સુધી રહેલા સિંહના બચ્ચાંની જેમ પોતાનું સ્વરૂપ ભૂલી ગયેલ છે. શુદ્ધસ્વરૂપ એવા બ્રહ્મને આવરણ લાગ્યું હોવાથી તેને એમ થાય છે કે હું સુખી છું, દુઃખી છું ઇત્યાદિ. જ્યારે બ્રહ્મ માયાવચ્છિન્ન બને છે ત્યારે તે ઈશ્વરાત્મા બને છે અને તે ઈશ્વરાત્મા પંચભૂત તથા શબ્દાદિ ગુણનું અને તેની સૃષ્ટિનું સર્જન કરે છે.
અવિદ્યાવચ્છિન્ન બ્રહ્મ એ જીવાત્મા છે.
પ્રશ્ન ઃ ઈશ્વરાત્મા જો એક છે તો જીવાત્મા પણ એક જ કેમ ન હોય ?
ઉત્તર ઃ ઈશ્વરાત્મા બ્રહ્મ ઉપાધિ વિના હોય ત્યારે તો એક જ છે, પરંતુ તે સોપાધિક બને છે, અર્થાત્ ‘તત્ તત્ અન્તઃનળાવચ્છિન્ન' બને છે ત્યારે તે અનેક જીવાત્મારૂપ બને છે. જેવી રીતે માયાવચ્છિન્ન ચૈતન્ય ઈશ્વર છે અને એમાંથી પંચભૂતાદિ સૃષ્ટિનું સર્જન થાય છે તેવી રીતે અવિદ્યાવચ્છિન્ન બ્રહ્મમાંથી તત્ તત્ અન્તઃનળાવચ્છિન્ન અનેક પ્રકારના જીવાત્માઓ થાય છે.
અહીં શુદ્ધ નિરૂપાષિક બ્રહ્મ એ જ પારમાર્થિક સત્ છે. સોપાધિક બ્રહ્મસ્વરૂપ જીવાત્માદિ પારમાર્થિક અસત્ છે, માત્ર વ્યાવહારિક સત્ છે. ચૈત્રઃ સત્, મૈત્ર સત્, આજાશોપિ સત્, વાયુર્રપ સત્ । આમ બધે સત્ની જે અનુગત પ્રતીતિ થાય છે તે સત્ જ બ્રહ્મસ્વરૂપ છે, અને તે જ પારમાર્થિક સત્ છે. ચૈત્ર-મૈત્રાદિ વ્યાવહારિક સત્ છે.
જ્યાં સુધી અવિદ્યાનું આવરણ છે ત્યાં સુધી ચૈત્રાદિ સરૂપે લાગે છે. વસ્તુતઃ ચૈત્રમૈત્ર, પાણીથી તૃષા મટે, પૈસાથી દરિદ્રતા ટળે ઇત્યાદિ વ્યવહારો અસત્ છે. પરંતુ આ બધા જગતના સિદ્ધ વ્યવહારો છે માટે તેમને વ્યવહારથી સત્ કહેવાય. છતાં આ બધું સ્થિર નથી, પરિવર્તનશીલ છે માટે તે ચૈત્રાદિ ૫૨માર્થથી તો અસત્ જ કહેવાય. જે અક્ષય-અવ્યાબાધ બ્રહ્મ છે તે જ પરમાર્થતઃ સત્ કહેવાય.
અહીં પારમાર્થિક સત્, વ્યાવહારિક સત્ તથા પારમાર્થિક અસત્ની ટૂંકી સમજણ પૂર્ણ થાય છે. હવે ઉભયાસત્ અને પ્રાતિભાસિક સત્ શું છે તે જોઈએ.
ઉભયાસત્ ઃ આકાશકુસુમ એ ઉભયાસત્ કહેવાય, કેમકે તે પરમાર્થતઃ સત્ તો નથી જ અને વ્યવહારથી પણ ઘટ-પટાદિની જેમ સત્ નથી.
પ્રાતિભાસિક સત્ ઃ પ્રતિભાસ પૂરતું જ જે સત્ હોય તે પ્રાતિભાસિક સત્ કહેવાય. દોરડામાં સર્પનો પ્રતિભાસ (ભ્રમ) થયો તો ત્યાં પ્રતિભાસ પૂરતી સર્પની સત્તા આવી પણ ત્યાં તેનો સર્પ તરીકે વ્યવહાર ન થાય. શુક્તિમાં રજતનો ભાસ થયો. જ્યાં સુધી
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧) (૧૯૫)