________________
દ
બે જાતના છે : (૧) પારમાર્થિક અસત્ અને (૨) ઉભયાસ.
સત્ ત્રણ પ્રકારે છે : (૧) વ્યાવહારિક સત્ (૨) પ્રતિભાસિક સત્ અને (૩) પારમાર્થિક સત્.
૧. પારમાર્થિક સત્ = શુદ્ધ બ્રહ્મ. ૨. વ્યાવહારિક સત્ = ઘટ-પટાદિ. ૩. પ્રાતિભાસિક સત્ = શક્તિમાં રજતની બુદ્ધિ. ૪. ઉભયાસત્ = આકાશકુસુમ. ૫. પારમાર્થિક અસત્ = ઘટ-પટાદિ.
ટિપ્પણ: પારમાર્થિક સતુ : એક, અદ્વિતીય, નિર્ગુણ, નિધર્મક, સજાતીયવિજાતીયભેદશૂન્ય એવું બ્રહ્મ અદ્વિતીય છે. એટલે કે બ્રહ્મ જેવું બીજું કોઈ છે તો નહિ પણ બ્રહ્મથી વિલક્ષણ પણ કોઈ ચીજ નથી. માટે જ કહ્યું છે કે સજાતીયવિજાતીયભેદશૂન્ય. પોતાનાથી બીજું કોઈ સજાતીય હોય તો તેમાં સાજાત્યનો ભેદ હોય. પોતાનાથી બીજું કોઈ વિજાતીય આવે ત્યારે બીજા વિજાતીયનો ભેદ થાય. પણ આવું 1 કશું જ નથી. વળી તે નિર્ગુણ, નિધર્મક છે. ગુણ અને ધર્મને રાખવા માટે અનેક આપત્તિઓ આવે છે, ભેદ પડી જાય છે. આ વેદાન્તીની માન્યતા છે. માત્ર વિજ્ઞાન સ્વરૂપ, આનન્દસ્વરૂપ આત્મા છે. જે દેખાય છે તે બધું વ્યાવહારિક સત્ છે. પિતાપુત્ર, ગુરૂ-શિષ્ય જે કંઈ દેખાય છે તે બધું વ્યાવહારિક સત્ છે. બ્રહ્મ જ્ઞાનાત્મક છે. એનો કોઈ વિષય જગતમાં નથી, કેમકે કોઈ ચીજ જગતમાં છે જ નહિ. (પારમાર્થિક સતુ, બ્રહ્મ સિવાય) આત્મા શુદ્ધ, બ્રહ્મરૂપ, જ્ઞાનરૂપ છે.
એક શુદ્ધ પરમ બ્રહ્મ આત્મા વેદાન્ત-દર્શનમાં માન્યો છે. તેમનું કહેવું એ છે કે એક જ આત્મા માનવાથી જગત-વ્યવસ્થા થઈ જાય છે માટે અનેક આત્મા માનવાની જરૂર નથી.
પ્રશ્ન : જગતમાં આત્મા તો અનેક દેખાય છે તેનું શું ?
ઉત્તર : આત્મા અનેક દેખાવા છતાં વસ્તુતઃ આત્મા એક જ છે. સરોવરમાં ચન્દ્રના પ્રતિબિંબ અનેક દેખાવા છતાં ચન્દ્ર તો એક જ છે. તે જ રીતે એક જ બ્રહ્માત્માના | પ્રતિબિંબ રૂપે અનેક જીવાત્માઓ દેખાય છે.
પ્રશ્ન : એકમાંથી અનેકનો ભાસ શાથી થયો ? ઉત્તર : બ્રહ્મ એ પારમાર્થિક તત્ત્વ છે. એને અનાદિકાળથી અવિદ્યા અને માયાના
joobastassasasasasashostatascostoboostcoastcoach
STTTTTT ચાચડિતતાવલી ભાગ-૧૦ (૧૯૪)