________________
**************************
અભ્યાસ વારંવાર કોણ કરે ? કરનાર એક જ હોય તો તે કરે ને ? જો એક કરનાર માનો તો ક્ષણવાદ નષ્ટ થયો, જો ન માનો તો ભાવના અનુપપન્ન થઈ !
(૬) પરલોકગમનની અસંગતિ : વિજ્ઞાન ક્ષણિક જ છે તો પરલોકમાં કોણ જશે ? અહીંનું વિજ્ઞાન નષ્ટ થયું, ત્યાં નવું ઉત્પન્ન થયું. ધારો કે ચાર વિજ્ઞાનાત્મા મૃત્યુ પામ્યા. ચારેય ગતિમાં આ એકેક વિજ્ઞાન ગયું, તો અહીં કયું વિજ્ઞાન ક્યાં ગયું ? શું માનવું? આમ પરલોક ઉ૫પન્ન થતો નથી, જ્યારે બીજી બાજુ બુદ્ધે પોતે જ આનંદને કહ્યું છે કે આજથી ૯૧મા કલ્પમાં મેં જે દુષ્કૃત કરેલ તેના પાપથી મને આજે કાંટો વાગ્યો છે. તો અહીં ‘મને' એટલે કોને ? ૯૧ ભવ ? ક્ષણિકના ૯૧ ભવ થાય શી રીતે ? જો ચિત્સન્નતિના હિસાબે તે ભવ કહો તો કોની ચિત્સંતતિ ? બુદ્ધની જ છે એ શાથી ? ક્ષણિકની ચિત્સન્નતિ નષ્ટ થઈ નવી ઉત્પન્ન થઈ તો એ વખતની જે ચિત્સન્નતિ છે તેની ઉત્તરોત્તર આવેલી જ આ ચિત્સન્નતિ છે એમ શાથી કહેવાય ? આમ ક્ષણવાદ અનેકદોષદુષ્ટ છે.
मुक्तावली : अस्तु तर्हि क्षणिकविज्ञाने गौरवात् नित्यविज्ञानमेवात्मा, 'अविनाशी वाऽरेऽयमात्मा' बृ०५ ब्रा - १४ कं० 'सत्यं ज्ञानमनन्तं ब्रह्म ( तैत्ति०आ०व० अनु० १ ) इत्यादिश्रुतेरिति चेत् ? न तस्य सविषयकत्वासम्भवस्य दर्शितत्वात्, निर्विषयकस्य ज्ञानत्वे मानाभावात्, सविषयकत्वस्याप्यननुभवात् । अतो ज्ञानादिभिन्नो नित्य आत्मेति सिद्धम् । 'सत्यं ज्ञानमिति तु ब्रह्मपरं जीवे तु नोपयुज्यते । ज्ञानाज्ञानसुखित्वादिभिजवानां भेदसिद्धौ सुतरामीश्वरभेदः । अन्यथा बन्धमोक्षव्यवस्थानुपपत्तेः ।
મુક્તાવલી : વેદાન્ત-મત : ક્ષણવાદ ઉક્ત દોષોથી ભરપૂર હોવાથી હવે આત્માને નિત્ય વિજ્ઞાનસ્વરૂપ જ માનો એમ વેદાન્ત કહે છે. યાજ્ઞવલ્ક્ય ઋષિ મૈત્રેયી નામની પોતાની પત્નીને કહે છે કે, ‘અવિનાશી વાયમાત્મા સત્ય જ્ઞાનમનાં વા ।' શું મૂંઝાય છે માટીની કાયામાં ? આત્મા અવિનાશી છે.
વેદાન્તની મુખ્ય માન્યતા છે વ્રુદ્ઘ સત્યં નાભિથ્થા ।' સ્વપ્નમાં ઘણો વ્યવહાર થાય છે. સ્વપ્નમાં વ્યવહારથી યથાવસ્થિત દેખાય છે, છતાં સ્વપ્ન પછી કાંઈ જ નહિ. પદાર્થ મિથ્યા છે, એથી જગતમાં પણ પદાર્થમાત્ર મિથ્યા છે, અસત્ છે. તે અસત્ પદાર્થ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૭ (૧૯૩)