________________
બૌદ્ધ: ક્ષણિક વિજ્ઞાન એ જ આત્મા છે.
નૈયાયિક : ક્ષણિક વિજ્ઞાન તો બુદ્ધિરૂપ છે અને બુદ્ધિ તો જડ છે. જડ બુદ્ધિ આત્મા શી રીતે બની શકે. વળી વિજ્ઞાનનો કોઈ આકાર પણ જોઈએ ને ?
બૌદ્ધ : વિજ્ઞાન પોતે સ્વતઃ પ્રકાશરૂપ છે માટે તેનામાં ચૈતન્ય ઉપપન્ન થઈ જાય છે. વળી જે જ્ઞાન-સુખાદિને તમે આત્માના વિશેષગુણ માનો છો તે બધા તે ક્ષણિક વિજ્ઞાનના જ જુદા જુદા આકારો છે, અર્થાત્ ‘અહં નાનામિ' ‘અહં સુથ્વી' ઇત્યાદિ અનેકાકાર વિજ્ઞાન જ જ્ઞાન-સુખાદિ આકારથી ભાસે છે. હવે આ વિજ્ઞાનરૂપ આત્મા પણ ભાવ(સત્⟩પદાર્થ છે માટે યંત્ સત્ તત્ શામ્' એ વ્યાપ્તિથી આ વિજ્ઞાન પણ ક્ષણિક સિદ્ધ થાય છે. ( ક્ષળિä દ્વિતીયક્ષળવૃત્તિધ્વંસપ્રતિયોગિત્વમ્ I)
નૈયાયિક : જો વિજ્ઞાન જ આત્મા હોય તો સુષુપ્તિ અવસ્થામાં વિજ્ઞાન ન હોવાથી તે વખતે આત્માનો અભાવ થઈ જવાની આપત્તિ આવશે.
બૌદ્ધ : ના, વિજ્ઞાન બે પ્રકારના છે : પ્રવૃત્તિવિજ્ઞાન અને આલયવિજ્ઞાન. તેમાં જાગ્રત અવસ્થાનું છેલ્લું પ્રવૃત્તિવિજ્ઞાન સુષુપ્તિ અવસ્થાના પહેલા આલયવિજ્ઞાનને (‘અન્નુમ્’ કૃતિ વિષયમ્ ) ઉત્પન્ન કરી દે છે, કેમકે પૂર્વપૂર્વ વિજ્ઞાન ઉત્તરોત્તર વિજ્ઞાનને ઉત્પન્ન કરવા દ્વારા હેતુ છે. વળી દરેક ક્ષણિક વિજ્ઞાનાત્મા ઉત્તરોત્તર ક્ષણિક વિજ્ઞાનાત્મામાં પોતાનામાં ઉત્પન્ન થયેલા સંસ્કારોને મૂકતું જાય છે. જેમ કપડાના તાકામાં મૂકેલી કસ્તૂરીની વાસનાની તે તાકાના દરેક પડમાં ઉત્તરોત્તર સંક્રાન્તિ થતી જાય છે તેવું અહીં પણ બને છે. આથી હવે પ્રતિક્ષણ વિજ્ઞાનાત્મા નષ્ટ થાય તો ય તેણે અનુભવેલાનું સ્મરણ થવાની અનુપત્તિ નહિ થાય.
ટિપ્પણ : મુક્તાવલીકારે જે ક્ષણિક વિજ્ઞાનાત્મવાદનો પૂર્વપક્ષ સ્થાપ્યો છે તે બૌદ્ધમતના બીજા યોગાચાર-બૌદ્ધનો મત છે. બૌદ્ધોના મુખ્યત્વે ચાર દાર્શનિક સંપ્રદાય છે : (૧) માધ્યમિક (૨) યોગાચાર (૩) સૌત્રાન્તિક અને (૪) વૈભાષિક. આમાંના બીજા યોગાચારને ‘વિજ્ઞાનવાદી’ પણ કહેવાય છે તથા પહેલા માધ્યમિકને ‘શૂન્યવાદી’ પણ કહેવાય છે.
આ ચારમાં પહેલા બે તો જગતમાં કોઈપણ ઘટ-પટાદિ બાહ્ય પદાર્થોનું અસ્તિત્વ જ માનતા નથી, જ્યારે છેલ્લા બે મત ઘટાદિ પદાર્થોનું અસ્તિત્વ માને છે. તે બે ની માન્યતામાં ફરક એ છે કે ચોથો વૈભાષિક મત બાહ્ય પદાર્થોને પ્રત્યક્ષ સિદ્ધ માને છે, જ્યારે ત્રીજો સૌત્રાન્તિક મત સાકાર જ્ઞાનવાદને સ્વીકારીને જ્ઞાનમાં ઘટાદિ અર્થોનો
acxxx
અ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૭૬)