________________
to tastostarostastretocobasoxsaxsoxstosowstaxxstostaroxstessousboostxs boostxs boxstocht
રીતે :
પ્રથમ ક્ષણે શબ્દ ઉત્પન્ન થાય છે, બીજી ક્ષણે શબ્દની સ્થિતિ રહે છે અને ત્રીજી | ક્ષણે શબ્દનો નાશ થાય છે. આમ ઉત્પત્તિ બાદ ત્રીજી ક્ષણે તેનો અવશ્ય ધ્વસ થઈ જાય ! ” છે માટે તે ક્ષણિક કહેવાય, અર્થાત્ ત્રીજી ક્ષણે અવશ્ય થઈ જનારા ધ્વંસનો જે પ્રતિયોગી હોય તેને નૈયાયિકો ક્ષણિક કહે છે. ક્ષત્વેિ તૃતીયક્ષાવૃત્તિäસપ્રતિયોજિત્વમ્ |
નૈયાયિકોના મતે ક્ષણિક એટલે માત્ર એક ક્ષણ રહેનાર નહિ પણ ઉત્પત્તિની અને એ | સ્થિતિની એમ બે ક્ષણ રહેનાર ક્ષણિક કહેવાય છે.
પ્રશ્ન : શબ્દ એ ઉત્પન્ન થયા પછી ત્રીજી ક્ષણે કેમ નષ્ટ થઈ જાય ? ચોથી ક્ષણે | | કેમ નષ્ટ ન થાય ? અહીં વિનિગમક શું છે ?
ઉત્તર : વિભુના જે યોગ્ય વિશેષ ગુણો હોય તેમની પોતાની ઉત્તરમાં ઉત્પન્ન થયેલા વિશેષ ગુણથી નાશ થઈ જાય છે એવો નિયમ છે. આકાશ કે આત્મા એ વિભુ છે અને શબ્દ કે જ્ઞાનાદિ એ તેમના યોગ્ય વિશેષ ગુણો છે. (આત્માનો અદેખરૂપ વિશેષ ગુણ યોગ્ય નથી, કેમકે તેનું પ્રત્યક્ષ થતું નથી. જ્યારે જ્ઞાનાદિ વિશેષ ગુણો યોગ્ય છે, કેમકે તેમનું પ્રત્યક્ષ થઈ શકે છે.)
ક્ષણ પહેલી: શબ્દ કે જ્ઞાનની ઉત્પત્તિ. ક્ષણ બીજી : સ્થિતિ, દ્વિતીય શબ્દ કે જ્ઞાનની ઉત્પત્તિ.
ક્ષણ ત્રીજી: પ્રથમ શબ્દ કે જ્ઞાનનો નાશ, દ્વિતીય શબ્દ-જ્ઞાનની સ્થિતિ, તૃતીય શબ્દ| જ્ઞાનની ઉત્પત્તિ.
ક્ષણ ચોથી : દ્વિતીય શબ્દ-જ્ઞાનનો નાશ, તૃતીય શબ્દ-જ્ઞાનની સ્થિતિ, ચતુર્થ શબ્દ-જ્ઞાનની ઉત્પત્તિ.
ક્ષણ પાંચમી : તૃતીય શબ્દ-જ્ઞાનનો નાશ, ચતુર્થ શબ્દ-જ્ઞાનની સ્થિતિ. ક્ષણ છઠ્ઠી : ચતુર્થ શબ્દ-જ્ઞાનનો નાશ.
અહીં સ્પષ્ટ દેખાય છે કે જેની ઉત્તર-કાળમાં ઉત્પત્તિ છે તે સ્થિતિવાળા જ્ઞાન| શબ્દનો ઉત્તર ક્ષણમાં નાશ કરે છે.
હવે આ જ વાત જરાક વિસ્તારથી વિચારીએ. ૧. પહેલી ક્ષણે : વ શબ્દ કે જ્ઞાન (ઘટનું) ઉત્પન્ન થાય છે.
૨. બીજી ક્ષણે : શબ્દ કે જ્ઞાન સ્થિતિ પામે છે. તેની સાથે જ આ ક્ષણે નવું એ પટનું જ્ઞાન કે નવો g શબ્દ ઉત્પન્ન થાય.
ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૧૦ (૧૦૨) EEEEEEE
Actobutttttttttttttttttttttttttttttttထtttton