________________
E* * * * * * * *
અસમવાયિકારણતા સાધર્મ્સની અવ્યાપ્તિ આવશે.
ઉત્તર : ‘અસમવાયિકારણત્વ એ ગુણ-કર્મનું સાધર્મ છે' એમ કહેવા પાછળ તાત્પર્ય એ છે કે અસમવાયિકારણત્વ ગુણકર્મભિન્ન એવા દ્રવ્યાદિનું વૈધર્મ છે, અર્થાત્ જો અસમવાયિકારણ કોઈ બને તો ગુણકર્મ જ બને, તભિન્ન દ્રવ્યાદિ તો ન જ બને એટલું જ અમારું કહેવું છે. ગુણકર્મ બધા ય અસમવાયિકારણ બને જ એમ કહેવાનો અહીં આશય નથી. એટલે હવે શાનાદિ ગુણો અસમવાયિકારણ ન બને તો તેથી અસમવાયિકારણત્વના વૈધર્મને કહેનારા અમને કોઈ આપત્તિ નથી.
પ્રશ્ન ઃ સાધર્મ્સના પ્રકરણમાં વૈધર્મની વાતો કરવી તે ઉચિત છે ? અર્થાત્ ગુણકર્મનું અસમવાયિકારણત્વ એ જો તેમનું સાધર્મ્સ હોય તો બધા ય ગુણકર્મમાં અસમવાયિકારણત્વ રહેવું જ જોઈએ. જો તેમ ન બને તો સાધર્મનું સ્વરૂપ બદલવું વ્યાજબી છે, પરંતુ ‘ગુણકર્મ-ભિન્નમાં અસમવાયિકારણત્વ નથી' એવું વૈધર્મ કહેવું તે તો વ્યાજબી ન જ ગણાય.
ઉત્તર : તો પછી હવે અમે ગુણકર્મનું એવું સાધર્મ કહીશું કે જેથી જ્ઞાનાદિ ગુણોમાં અવ્યાપ્તિ ન આવે. તેવું સાધર્મ આ છે : અસમવાચિજારાવૃત્તિસત્તામિત્રનાતિમત્ત્વમ્।
અસમવાયિકા૨ણ જે ગુણો બનતા હોય તેમાં સત્તા જાતિ રહે છે તથા ગુણત્વ-કર્મત્વ જાતિ પણ રહે છે. આ સિવાય બીજી કોઈ જાતિ રહેતી નથી. હવે સત્તાભિન્ન જાતિ કહેવાથી ગુણત્વ અને કર્મત્વ બે જ જાતિ લેવાય. તે બે જાતિવાળાપણું તમામ ગુણકર્મમાં ચાલ્યું જાય છે, અર્થાત્ જ્ઞાનાદિ ગુણો પણ અસમવાયિકારણ ન હોવા છતાં અસમવાયિકારણમાં રહેનારી સત્તાભિન્ન ગુણત્વ જાતિવાળા તો છે જ.
પ્રશ્ન : અહીં માત્ર અમમવાયિાણવૃત્તિનાતિમત્ત્વમ્ એટલું જ કહે તો શું વાંધો આવે? ‘સત્તાભિન્ન’ શા માટે કહ્યું છે ?
ઉત્તર : જો તેમ કહે તો અસમવાયિકારણમાં રહેનાર સત્તાજાતિવાળા દ્રવ્ય પણ બની જતાં દ્રવ્યમાં સાધર્મની અતિવ્યાપ્તિ થઈ જાય છે. તે દોષ દૂર કરવા સત્તાભિન્ન જાતિ લેવાનું કહ્યું છે. હવે અસમવાયિકારણમાં સત્તાભિન્ન જાતિ ગુણત્વ અને કર્મત્વ જ છે. તે વાળાપણું તો ગુણ અને કર્મમાં જ જાય.
कारिकावली : अन्यत्र नित्यद्रव्येभ्य आश्रितत्वमिहोच्यते । क्षित्यादीनां नवानां तु द्रव्यत्वं गुणयोगिता ॥२४॥
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૭ (૯૧)