________________
૧૯૯૦ નું મુનિસંમેલન શું કહે છે -
જે લોકો વ્યવહારનયની તદ્દન ઉપેક્ષા કરી રહ્યા છે, એવાઓ માટે શ્રી ‘ઉપદેશપદ' શ્લો. ૩૨૬ માં ખાસ જણાવ્યું છે કે “વ્યવહારનય પણ તત્ત્વપ્રાપ્તિનું મહાન અંગ છે; કારણ કે વ્યવહારનયને અનુસરીને પ્રવર્તવા દ્વારા જ નિશ્ચયનયસાધ્ય ફળનો યોગ થાય છે. સ્વ. પરમ ગુરુદેવ સુવિહિત ગીતાર્થ પૂ. આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે પણ ગામે ગામ પ્રસારેલ પટ્ટકની એક કલમમાં કહ્યું છે કે દેશના નિશ્ચયલક્ષી વ્યવહારનયને પ્રધાન કરીને આપવી. વિ.સં. ૧૯૯૦ના મુનિસંમેલનનાં ઠરાવોમાં પણ આ એક ઠરાવ છે કે ‘દેશના વ્યવહારપ્રધાન આપવી.” શ્રી યોગશાસ્ત્રનું કથન:(૨૨) ઉપદેશમાં વ્યવહાર-સમર્થનનું કેટલું બધું મહત્ત્વ છે એ આપણને સમ્યકત્વનાં પાંચ લક્ષણ અંગેની શાસ્ત્રવિચારણા પરથી સમજાય છે. શ્રી યોગશાસ્ત્ર-બીજો પ્રકાશ-ગ્લો. ૧૫ની ટીકામાં શ્રી કલિકાલસર્વજ્ઞ ભગવંત ચોખું દીવા જેવું જણાવે છે કે “
નિનિ સંખ્યત્વે સતિ નિરીરવડ્યું માધ્યમ્ ત નાય નિયમ: જેનામાં શમ-સવેગાદિ પાંચ લક્ષણ હોય તે અવશ્ય સમ્યગ્દષ્ટિ હોય જ. પરંતુ સમ્યત્વરૂપ લિંગી હોય તો લિંગરૂપ શમ-સંવેગાદિ હોય જ એવો નિયમ નહીં. સમ્યકત્વનો અભ્યાસ કરતાં કરતાં એ ભાવો આવવા અને રહેવા જરૂરી છે; પણ ક્યારેક કોક લક્ષણ કદાચ ન દેખાય ત્યાં સમ્યક્ત્વ ન જ હોય એવો એકાન્ત દુરાગ્રહ ન રાખવો જોઈએ. તત્ત્વાર્થટીકા શાસ્ત્ર શું કહે છે :(૨૩) પૂ.ઉપા. શ્રી યશોવિજયજી મહારાજે એટલા માટે તો શ્રી તત્ત્વાર્થસૂત્રની ટીકામાં આ પાંચને નિશ્ચયનયના લક્ષણો હોવાનું કહ્યું છે. કારણ કે ‘શીધ્ર કાર્ય સાધે તે જ કારણ’ એ નિશ્ચયનયનો મત છે. જ્યારે વ્યવહારનયનો મત છે - કાર્યસિદ્ધિ કરવાની યોગ્યતા ધરાવે તે પણ કારણ કહેવાય’ નિશ્ચયનય અને વ્યવહારનયનો આ સ્પષ્ટ ભેદ સારી રીતે સમજનારને કોઈપણ જૈનશાસ્ત્રના અભ્યાસમાં મુંઝવણ થશે નહિ.
(૧૫)
ઉપદેશ રહસ્ય’ શાસ્ત્ર શું કહે છે? :
(૧૬) પૂ. ઉપા) યશોવિજય મહારાજ ‘ઉપદેશ રહસ્ય’ શાસ્ત્રમાં શ્લો. ૯૮ ની ટીકામાં સૂત્ર કૃતાંગ સૂત્રની સાક્ષી આપીને કહે છે કે વ્યાખ્યાન કરનારો સાધુ અતિશય જ્ઞાની ન હોવાથી કોઇ અર્થના નિર્ણયમાં પોતાને શંકા ન હોય છતાં સાશંકપણે બોલે અને હું જ આ વાત બરાબર જાણું છું બીજાં કોઈ નહીં' આવા અભિમાનનું પ્રદર્શન ન કરે, અસ્મલિત સ્યાદ્વાદ ગર્ભિત પ્રરૂપણા કરે” પૂ. ઉપાધ્યાયજી મ. ના વચનોને સમજેલા મહાપુરુષો એટલે જ તો પોતાના વ્યાખ્યાનાદિ પૂરા થયા પછી ‘કદાચ મારાથી અનાભોગાદિથી કાંઇ શાસ્ત્ર વિરુદ્ધ બોલાઈ ગયું હશે તો' એવી શંકા રાખીને અવશ્યમેવ મિચ્છામિ દુક્કડમ્ દેતા હોય છે. જે લોકો પોતાનું બોલેલું તે જિનની વાણી જ છે એવું અભિમાન રાખતા હોય તેમની પાસે આ સદાચાર-સુવિહિત પરંપરાના પાલનની શી અપેક્ષા રાખવાની હોય?
(૧૭) જે લોકો ભોગાદિ ફલાકાંક્ષાવાળા ધર્માનુષ્ઠાનને એકાત્તે અપ્રધાન દ્રવ્ય ક્રિયામાં ખતવવા માગે છે તેઓએ શ્રી ‘ઉપદેશ રહસ્ય’ ગ્રન્થના ૨૧ મા શ્લોકની અવતરણિકા તથા એ શ્લોકની ટીકા ખાસ ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ એમાં મોક્ષફળને આશ્રયીને અપ્રાધાન્ય નિર્દેશ કર્યો હોવા છતાં કુગ્રહ વિરહ સમ્પાદનાદિને આશ્રયીને પ્રધાન દ્રવ્યક્રિયા હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે...
(લેખાંક: ૨) | (દિવ્યદર્શન - વર્ષ ૩૩ - અંક ૧૫, વિ.સં. ૨૦૪૧ તા. ૨૨-૧૨-૮૪) અષ્ટક શાસ્ત્રમાં ભાવનું મહત્ત્વ :પ્રશ્ન-ઈહલૌકિક પરલૌકિક અર્થની કામનાને તો પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા. ‘શ્રી અષ્ટક પ્રકરણ” ના આઠમાં અષ્ટકના બીજા શ્લોકમાં ભાવ પચ્ચક્ખાણમાં વિજ્ઞભૂત બતાવે છે, તેમજ એ કામનાની નિંદા કરે છે અને એ કામનાની નિંદા કરીને એવી કામનાપૂર્વકના પચ્ચખાણને (૧) “આ ભગવાનનું (૧) “આ
(૧૪)