________________
અપ્રધાન દ્રવ્ય કહીને નિષ્ફળ બતાવે છે. તે તમે વાંચ્યું છે કે નહીં ? કે પછી એમને એમજ હાંક્યુ રાખો છો કે આ લોક પરલોકના સુખના અર્થીએ પણ ધર્મ જ કરવો જોઈએ ?
ઉત્તર - જરૂર વાંચ્યું છે, એ વાંચનાર સહજ રીતે સમજી શકે એમ છે કે હંમેશા નિંદા કરવી હોય તો એ કામનાની નિંદા કરો, પણ દાળ ભેગી ઈયળ ન બફાઈ જાય એ જોજો; તેમજ એ કામનાવાળા પચ્ચક્ખાણને ભૂંડું ભૂંડું કહી વગોવશો નહીં.
પ્ર૦- એ કામના જો ભૂંડી, તો પછી એ કામનાપૂર્વકના ધર્મને ભૂંડો કેમ ના કહેવાય ?
ઉ૦ – એટલા માટે કે શાસ્ત્રકાર ભગવંતો એ ધર્મ દ્વારા પણ એની ભાવીમાં પ્રગતિ થવાની શક્યતા જુએ છે. એટલે જ એ અષ્ટકના છેલ્લા શ્લોકમાં કહે છે કે,
(૧૮) ‘અષ્ટક’ શાસ્ત્રમાં દ્રવ્ય પચ્ચક્ખાણનું મહત્ત્વ :
द्रव्यप्रत्याख्यानं किमनर्थकमेव ? न, इत्याह, 'जिनोक्तमिति सद्भक्त्या ग्रहणे द्रव्यतोऽप्यदः । बाध्यमानं भवेद् भावप्रत्याख्यानस्य कारणम् ॥८॥ અર્થ :- આ જિનનું કહેલું હોવાથી સભક્તિ વડે, દ્રવ્યથી પણ પળાતું (પચ્ચક્ખાણ) તે બાધિત થતુંથતું ભાવપચ્ચક્ખાણનું કારણ બને છે.
પૂ.શ્રી જિનેશ્વરસૂરિ મહારાજ તેની વૃત્તિમાં ‘જિનોક્ત' શબ્દના બે અર્થ કરીને આ શ્લોકની અક્ષરઘટના કરતાં કહે છે કે -
પૂ. જિનેશ્વરસૂરિજી મ. શું કહે છે ઃ
ફક્ત ભાવથી જ નહીં, કિંતુ અપેક્ષાદિ (= ઇહલૌકિક-પારલૌકિક અર્થની કામના આદિ) થી દ્રવ્યથી ગ્રહણ કરેલું પચ્ચક્ખાણ પણ ભાવપચ્ચક્ખાણનું કારણ છે, કેમકે તે
(૧૪૪)
તીર્થંકરપ્રતિમાની આમ્રમંજરીથી પૂજા કરીને સુખની પરંપરા પામ્યા. શા માટે સુખપરંપરા પામ્યા ? એના ઉત્તરમાં શ્લો૦ ૯૭૧માં સાફ સાફ જણાવે છે કે વિષયાભ્યાસાનુષ્ઠાન (અર્થાત્ જિનપૂજાદિ ધર્મ) કુશલાશયનો હેતુ છે, પરિણામે સુંદર એવા વિશિષ્ટ સુખનો હેતુ છે. અને શુદ્ધ પુણ્યાનુબંધી-પુણ્યફલક હોવાથી જીવને પાપથી બચાવનારું છે. પહેલાં કહી તો ગયા જ છે કે પહેલા બે અનુષ્ઠાન સાક્ષાત્ સમ્યગ્દર્શનથી માંડીને મોક્ષ સુધીના ભાવોની આરાધનારૂપ નથી, તેમજ ભવવૈરાગ્યાદિ ભાવવાળા નથી; છતાં પણ એ જિનપૂજાદિ વિષયાભ્યાસરૂપ ધર્માનુષ્ઠાન પુણ્યાનુબંધી પુણ્યફલક હોવાથી વ્યવહારનયથી સુંદર છે. આ વાત શું હવે કોઇને સમજાવવી પડે ? પ્રગટ રીતે ભલે આ અનુષ્ઠાનો સાક્ષાત્ મોક્ષ સાથે સંકળાયેલા ન હોય કિન્તુ શ્લો૦ ૯૯૫માં જણાવ્યા પ્રમાણે સતતાભ્યાસ અને વિષયાભ્યાસાદિ અનુષ્ઠાનો એ મોક્ષાનુકુલ ભાવ સાથે સંકળાયેલા જ છે. એટલે
શ્લો૦ ૯૯૬ માં પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મહારાજ સ્પષ્ટ જણાવી દે છે કે સતતાભ્યાસાદિ ત્રણેય પ્રકારનું અનુષ્ઠાન (જેમાં પ્રથમ બેમાં તો ભવવૈરાગ્યાદિ ભાવ, નિશ્ચયનયના હિસાબે છે જ નહીં, તે) પારમાર્થિક વ્યવહારનયની દૃષ્ટિએ ‘સમ્યક્’ એટલે કે આજ્ઞાનુકુળ આચરણરૂપ જ છે. કારણ કે અપુનર્બન્ધકાદિને છોડીને આ ત્રણેય અનુષ્ઠાનો બીજા સમૃદ્ધધાદિ જીવોને હોતા જ નથી. ‘ઉપદેશરહસ્ય’ શાસ્ત્ર શું કહે છે -
(૨૧) પૂ. ઉપા. યશોવિજયજી મહારાજે પણ આ જ પ્રકરણનું “ઉપદેશરહસ્ય” ગ્રન્થમાં શ્લો૦ ૧૮૬-૧૮૭ માં સમર્થન કર્યું છે. જે લોકો પૂ. ઉપાધ્યાયજી મ. ના પવિત્ર વચનોને ટંકશાળી ગણાવીને વારંવાર બીજા સુવિહિત ગીતાર્થ ઉપદેશકોની અસભ્ય શબ્દોમાં આશાતના કરતા રહે છે, એ લોકોએ પૂ. ઉપાધ્યાયજી મ. ના પવિત્ર વચનોનું સમગ્રરૂપે ફરી એકવાર શાંત ચિત્તે અધ્યયન કરી લેવાની જરૂર છે. “મોક્ષના આશય વિના કરાતો ધર્મ એ ધર્મ જ નથી, અધર્મ જ છે’’ આવું એકાન્તે જોરશોરથી બોલનારાઓ ખરેખર તો પૂજ્ય પૂર્વાચાર્ય ભગવંતોની જ અવજ્ઞા આશાતના કરી રહ્યા છે.
(૧૪૯)